રગડા-પેટીસ (Ragda Patties Recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#trend3

મિત્રમંડળી સાથે સ્ટ્રિટફૂડ ખાવા નીકળ્યા હોઈએ અને રગડા પેટિસ ના ખાઈએ
એવું બને જ નહીં ,,ઘરે પણ રગડો બને એટલે સાથે પેટિસ તો કરવી જ પડે ,,અને
સાથે ચટપટી વિવિધ ચટણીઓ પણ ,,રગડા પેટિસ વટાણા બટેટામાં થી બનતું એક
વ્યનજન છે ,,જેને પેટિસ સાથે રગડો ઉમેરી પીરસાય છે ,,સાથે મીઠી,તીખી ,ખાટી
ચટણીઓ,સેવ,ડુંગળી રુચિ પ્રમાણે પીરસાય છે ,
ચાતુર્માસ ચાલતા હોવાથી મેં લસણ ડુંગળી વગર જ બનાવ્યા છે ,,

રગડા-પેટીસ (Ragda Patties Recipe in Gujarati)

#trend3

મિત્રમંડળી સાથે સ્ટ્રિટફૂડ ખાવા નીકળ્યા હોઈએ અને રગડા પેટિસ ના ખાઈએ
એવું બને જ નહીં ,,ઘરે પણ રગડો બને એટલે સાથે પેટિસ તો કરવી જ પડે ,,અને
સાથે ચટપટી વિવિધ ચટણીઓ પણ ,,રગડા પેટિસ વટાણા બટેટામાં થી બનતું એક
વ્યનજન છે ,,જેને પેટિસ સાથે રગડો ઉમેરી પીરસાય છે ,,સાથે મીઠી,તીખી ,ખાટી
ચટણીઓ,સેવ,ડુંગળી રુચિ પ્રમાણે પીરસાય છે ,
ચાતુર્માસ ચાલતા હોવાથી મેં લસણ ડુંગળી વગર જ બનાવ્યા છે ,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેટિસ માટે:
  2. 9-10 નંગબાફેલા બટેટા
  3. 3 ટેબલસ્પૂનઆરારૂટ
  4. 3 ટેબલસ્પૂનલીલા આદુ મરચાની પેસ્ટ
  5. 3 ટેબલસ્પૂનકોથમીર જીણી સમારેલી
  6. 1 ટેબલસ્પૂનફુદીનો જીણો સમારેલો
  7. 1 ટીસ્પૂનખાંડ
  8. 1 ટીસ્પૂનલીંબુનો રસ
  9. સ્વાદમુજબમીઠું
  10. જરૂર મુજબ તેલ પેટિસ સેલો ફ્રાય કરવા માટે
  11. રગડા માટે :
  12. 250 ગ્રામફોલેલા લીલા વટાણા (સૂકા પણ વપરાય)
  13. 2 નંગબાફેલા બટેટાનો છુન્દો
  14. 2 ટેબલસ્પૂનઆદુંમરચાંની પેસ્ટ
  15. 1 ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  16. 1 ટેબલસ્પૂનધાણાજીરું પાઉડર
  17. 1 ટીસ્પૂનગરમ મસાલા પાઉડર
  18. ચપટીહળદર
  19. ચપટીહિંગ
  20. જરુર મુજબમીઠા લીમડાના પાન
  21. સ્વાદ મુજબમીઠું
  22. જરુર મુજબઆમલીની ચટણી
  23. જરુર મુજબલીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટાને બાફી છુન્દો કરી લ્યો,તેમાંથી બે બટેટાનો માવો
    રગડામાં ઉમેરવા માટે અલગ રાખી દ્યો,
    લીલા વટાણા ફોલી ચપટી મીઠું અને એક ચમચી ખાંડ નાખી બાફી લ્યો,
    લીલા વટાણા બાફતી વખતે ખાંડ નાખી બાફવાથી લીલો કલર એવો ને એવો જ રહે છે,
    આદુ મરચાની પેસ્ટ તૈય્યાર કરી લ્યો,,

  2. 2

    હવે પેટિસ બનાવવા માટે બટેટાના માવામાં બધા જ મસાલા ઉમેરી લ્યો,
    આરારૂટ ઉમેરો,બાઈન્ડીંગ માટે વાપર્યો છે,,થોડો જ ઉમેરવો,થોડો
    પેટિસ રગદોળવા માટે રાખવો,
    લીંબુ,ખાંડ,મીઠું ઉમેરી સરખી રીતે મિક્સ કરી લ્યો,,
    પેટિસ માટેનું પુરણ તૈય્યાર છે,,

  3. 3

    હવે લોઢી ગરમ કરવા મુકો,
    પેટીસના પુરણ માંથી ગોળ પેટિસ વળી સહેજ ચપટી કરવા દબાવી લેવી,
    આ રીતે બધી જ પેટિસ તૈય્યાર કરી લેવી,અને આરારૂટમાં રગદોળવી,
    લોઢી તેલવાળી કરી પાંચ થી છ પેટિસ લોઢીમાં ગોઠવી દ્યો,
    ફરતી બે ચમચી તેલ રેડો,એટલે દાઝે નહીં,,
    એક બાજુ સોનેરી રંગની થાય એટલે પલટાવી લ્યો,
    બીજી બાજુ પણ સોનેરી રંગની થાય ત્યાં સુધી સેકો,,
    તળી પણ શકાય,,પણ પેટિસ સેલો ફ્રાય કરેલી વધુ ટેસ્ટી લાગે છે,
    આ રીતે બધીજ પેટિસ બનાવી લ્યો,હેલ્થ ની દ્રષ્ટિ એ પણ.

  4. 4

    હવે રગડો બનાવવા માટે એક તપેલીમાં બાફેલા વટાણા અને બટેટાનો માવો લ્યો,
    તેમાં જરુરમુજબ પાણી ઉમેરો,આછો ઘાટો જે પસંદ હોય તે પ્રમાણે પાણી ઉમેરવું,
    રગડામાં બધા જ મસાલા કરી લ્યો,અને મધ્યમ ટપ્પર ગરમ થવા મુકો
    ઊકળી જાય એટલે ગેસ બન્દ કરી થોડી આંબલી ની ચટણી અને લીલી ચટણી
    ઉમેરવી,,આ રગડાને વઘાર ના કરીયે તો પણ ચાલે,,કરવો હો તો કરી શકાય,
    પણ એમ જ સારો સ્વાદ આવે છે,,રાયજીરુ થી ટેસ્ટ થોડો અલગ પડી જાય,
    જીણી સમારેલી કોથમીર ભબ્રવી દ્યો,

  5. 5

    તો તૈય્યાર છે એક સહુને મનભાવન એવું સ્ટ્રિટફૂડ રગડા-પેટિસ,,
    પીરસતી વખતે સેવ,ડુંગળી,વિવિધ ચટણીઓ સાથે પીરસવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes