રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

#trend2
આજે હું એક એવી રેસીપી લઈને આવી છું જેમાંખાટો, તીખો અને મીઠો ત્રણેય ચટપટા સ્વાદનો સમન્વય હોય છે એટલે કે રગડા પેટીસ.

રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#trend2
આજે હું એક એવી રેસીપી લઈને આવી છું જેમાંખાટો, તીખો અને મીઠો ત્રણેય ચટપટા સ્વાદનો સમન્વય હોય છે એટલે કે રગડા પેટીસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબટાકા
  2. મોટી ડુંગળી
  3. 1 કપસફેદ વટાણા
  4. ઝીણી સેવ
  5. ગોળ આમલીની ચટણી
  6. 1ટામેટુ
  7. 3 ટેબલ સ્પૂનબ્રેડ ક્રમ્બ્સ
  8. કોથમીર
  9. ખમણેલું કોપરુ
  10. ૧ ચમચીઆદુ મરચા, લસણ ની પેસ્ટ
  11. પાણી
  12. મીઠું
  13. 1 ચમચીહિંગ
  14. ૨ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ વટાણા બાફી લેવા હવે રગડો બનાવવા માટે એક તપેલીમાં 2 ટેબલ ચમચી તેલ લેવું તેમાં રાઈ ઉમેરવી હવે ચપટી હિંગ ઉમેરવી. ડુંગળી ટામેટાને ક્રશ કરી ઉમેરો હવે તેને શેક આવવા દેવું હવે તેમાં મરચું હળદર મીઠું ગરમ મસાલો ક્રશ કરેલા આદુ મરચા લસણ ઉમેરી મિક્સ કરી લેવું હવે તેમાં બાફેલા વટાણા ઉમેરવા પાણી રેડી ઉકળવા દેવું પાંચ મિનિટ પછી કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દેવો

  2. 2

    હવે પેટીસ બનાવવા માટે બટાકાને બાફી મસળી લેવા હવે તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરો, જીરુ પાઉડર, આદુ-મરચા-લસણની પેસ્ટ, મીઠું ઉમેરી તેની પેટીસ બનાવી લેવી

  3. 3

    હવે પેટીસ ને બ્રેડ ક્રમ્સ મા રગદોળી નોનસ્ટીક પેનમાં તેલ લઈ સેલો ફ્રાઈ કરવી

  4. 4

    હવે પેટીસ ને સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર રગડો રેડી ગોળ આમલીની ચટણી ઉમેરી ડુંગળી સેવ કોથમીર અને ખમણેલ કોપરુ ભભરાવી સર્વ કરવું

  5. 5

    તૈયાર છે આપણી ટેસ્ટી અને ચટપટી રગડા પેટીસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes