વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#NoOvenBaking
#Recipe_4
#weekend_chef
#week4
#વેનીલા_હાર્ટ_કૂકીઝ_અને_સ્ટફ્ડ_ન્યુટેલા_ચોકલેટ_ચિપ્સ_કૂકીઝ ( Venilla Heart Cookies & Stuffed Nutella Chocolate Chips Cookies Recipe in Gujarati )

મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ચોથી અને છેલ્લી રેસીપી "વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ" રિક્રીએટ કરી છે. એકદુમ ક્રંચી ને સરસ બની છે.

વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ

4 કમેન્ટ્સ કરેલ છે

#NoOvenBaking
#Recipe_4
#weekend_chef
#week4
#વેનીલા_હાર્ટ_કૂકીઝ_અને_સ્ટફ્ડ_ન્યુટેલા_ચોકલેટ_ચિપ્સ_કૂકીઝ ( Venilla Heart Cookies & Stuffed Nutella Chocolate Chips Cookies Recipe in Gujarati )

મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ચોથી અને છેલ્લી રેસીપી "વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ" રિક્રીએટ કરી છે. એકદુમ ક્રંચી ને સરસ બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 🌐વેનીલા હાર્ટ કૂકીઝ માટે ના ઘટકો :-
  2. ૩/૪ કપ મેંદો
  3. ૧/૮ ચમચી બેકિંગ પાઉડર
  4. ૧/૪ કપબટર
  5. ૧/૨ કપખાંડ પાઉડર
  6. ૧ ટી સ્પૂનવેનિલા અસેન્સ
  7. ૨-૩ ટીપા રેડ ફૂડ કલર
  8. ૨ ચમચીદૂધ
  9. 🌐નુટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ માટે ના ઘટકો :--
  10. ૩/૪ કપ મેંદો
  11. ૧/૮ ચમચી બેકિંગ સોડા
  12. ચપટીબેકિંગ પાઉડર
  13. ૧/૮ કપ બ્રાઉન ખાંડ
  14. ૧/૪ કપબટર
  15. ૧/૮ કપ ખાંડ પાઉડર
  16. ૧/૪ ટી સ્પૂનવેનિલા એસેન્સ
  17. ૫-૬ ચમચી નુંટેલા સ્પ્રેડ
  18. ૩ ચમચીચોકલેટ ચિપ્સ
  19. ૧ ટેબલ સ્પૂનદૂધ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    વેનીલા હાર્ટ કૂકીઝ માટે -- સૌ પ્રથમ એક બાઉલ માં બટર, ખાંડ પાઉડર અને વેનીલા અસેન્સે ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આમાં મેંદો ચારણી થી ચારી ને થોડો થોડો ઉમેરી ને મિક્સ કરવું. પછી હાથ થી આ લોટ ને બરાબર ગુંદવો અને તેના ને ભાગ કરવા. એક ભાગ ઓછો ને બીજો ભાગ વધારે રાખવો.

  2. 2

    હવે ઓછા ભાગ માં થોડું દૂધ અને બેકિંગ પાઉડર બંને ભાગ ના લોટ માં ઉમેરી બરાબર મિકસ કરી લો. હવે ઓછા લોટ માં લાલ કલર ઉમેરી મિક્સ કરો. આ લાલ લોટ માંથી રોટલો વણી નાના નાના હાર્ટ કૂકી કટર થી કટ કરી લો.

  3. 3

    હવે બધા હાર્ટ પર પાણી લગાવી ઉપરાઉપરી મૂકી થર બનાવો. તેને અડધા કલાક માટે ફ્રીઝર માં સેટ કરવા મૂકો. પછી બાકીનો સફેદ લોટ હાર્ટ ના થર ની ચારેબાજુ એકસરખો લપેટી લો અને બરાબર રોલ કરી લો.

  4. 4

    આ રોલ ને ફરી ૧૫ મિનિટ માટે ફ્રિઝ માં સેટ થવા મૂકી દો. હવે ગેસ પર એક ઊંડી કઢાઈ લઈ તેમાં ૫૦૦ ગ્રામ નમક ઉમેરી એક સ્ટેન્ડ મૂકો. તેને ફાસ્ટ ગેસ ની ફ્લેમ પર ૧૦ મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દો. પછી ફ્રીજ માંથી રોલ કાઢી નાના ટુકડા માં કટ કરી લો. આ કટ કરેલા કૂકીઝ ને પ્રિહીટ કરેલી કઢાઈ મા ગોઠવી ઢાંકણ ઢાંકી ૨૦ મિનિટ માટે બેક કરો. બધા કૂકીઝ આ રીતે બનાવી લો. હવે વેનીલા હાર્ટ કૂકીઝ તૈયાર છે સર્વ કરવા માટે.

  5. 5
  6. 6

    નટેલા સ્ટફડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ માટે --- એક બાઉલ માં મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી મિકસ કરી ચાડી લો. હવે બીજા બાઉલ મા બટર ઉમેરી તેમાં બ્રાઉન ખાંડ અને ખાંડ પાઉડર ઉમેરો. તેને બરાબર હલાવી મિક્સ કરી લો. હવે તેમાં વેનીલા અસેન્સ નાખી મિક્સ કરી લો.

  7. 7

    હવે એક સિલ્વર ફોયિલ પેપર પર ૧-૧ ટી ચમચી નુટેલ્લા સ્પ્રેડ કરી પાથરી દો. તેને થોડી વાર માટે ફ્રિઝર માં મૂકી દો. જેથી જામી જાય.

  8. 8

    હવે બટર માં ચોકલેટ ચિપ્સ ઉમેરી મિક્સ કરી લો. પછી થોડો થોડો લોટ ઉમેરી મિક્સ કરી લો. જરૂર પડે તો જ થોડું દૂધ ઉમેરી લોટ બાંધવો.

  9. 9

    હવે થોડો થોડો લોટ લઈ ગોળ બોલ્સ બનાવી ને દબાવી વચ્ચે નટેલા મૂકી બધી બાજુ થી દબાવી બંધ કરી ફરી બોલ્સ બનાવી લો. સહેજ દબાવી તેને પ્રીહિટ કરેલ કઢાઈ મા સ્ટેન્ડ પર ગોઠવો. કઢાઈ ને ઢાંકી ને કૂકીઝ ને ૨૦ મિનિટ માટે બેક કરો. આ રીતે બધી કૂકીઝ બનાવી લો. હવે ન ટે લા સ્ટફડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ તૈયાર છે સર્વ કરવા માટે.

  10. 10

    આ બંને કૂકીઝ ને ઠંડી થયા પછી જ સર્વ કરો. હવે આ બંને કૂકીઝ ને સર્વિંગ પ્લેટ માં લઇ સર્વ કરો.

  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes