સબ વે સ્ટાઈલ ચોકલેટ કૂકીઝ (Sub Way Style Chocolate Cookies Recipe In Gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook

જ્યારથી બેકિંગ ની શરૂઆત કરી છે ત્યારથી આ કુકીસ બનાવવાની ઇચ્છા હતી. હવે જઈને મોકો મળ્યો છે. ખુબ જ ઇઝી રીત છે બનાવવાની અને ઘરમાં ટેસ્ટી પણ એટલી જ બનશે. નોર્મલી આ કૂકીઝ માં ઈંડા નો ઉપયોગ થતો હોય છે પણ મેં અહીંયા ઈંડાના બદલે દૂધનો પાઉડર અને દૂધ નો ઉપયોગ કર્યો છે.
#AsahiKaseilndia
#Baking

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૧ +૧/૨ કપમેંદો
  2. ૧ કપબ્રાઉન ખાંડ
  3. ૧/૨ કપદળેલી ખાંડ
  4. ૧/૨ કપદૂધ નો પાઉડર
  5. ૧૦૦ ગ્રામ બટર
  6. ૧ ચમચીવેનિલા એસેન્સ
  7. ૧ ચમચીબેકિંગ પાઉડર
  8. ૧ કપચોકલેટ ચિપ્સ
  9. ૩-૪ ચમચી ઠંડું દૂધ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેલટેડ બટર લઈ લો. એમાં બ્રાઉન ખાંડ અને દળેલી ખાંડ ઉમેરો અને વેનિલા એસેન્સ ઉમેરો. તમને બરાબર મિક્સ કરી લો. પરંતુ નોર્મલ કૂકીઝ માં કૃમીગ કરતા હોય એ આકૂકીઝનું કરવાનું નથી.

  2. 2

    હવે એક ચારણી ની‌ મદદથી મેંદો અને બેકિંગ પાઉડર આ મિશ્રણમાં ધીમે ધીમે કરીને ઉમેરતા જાઓ.

  3. 3

    એમાં ચોકલેટ ચિપ્સ ઉમેરી મિક્સ કરી લો. જોઈતા પ્રમાણમાં દૂધ ઉમેરી એક ડો તૈયાર કરો.

  4. 4

    ઓવનને દસ મિનિટ માટે ૧૬૦ ડિગ્રી ઉપર પ્રી હીટ કરવા મૂકી દો. પેપર લગાવેલી ઓવનની ડીશ માં આઈસક્રીમ સ્કૂપ ની‌ મદદથી cookies તૈયાર કરી લો.૧૫ મિનિટ માટે cookies ના બેક થવા માટે મૂકી દો.

  5. 5

    બેક થઈ ગયા બાદ તેને ઠંડી થવા દો દસ મિનિટ બાદ એ કડક થઇ જશે. બને તો વાયર રેક ઉપર એને મૂકશો. તૈયાર છે ચોકલેટ ચિપ્સ કૂકીઝ તમે આ સાંજના નાસ્તામાં છોકરાઓને પાર્ટીઝમાં પણ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

Similar Recipes