કેરડા નુ અથાણુ (Kerda Nu Athanu Recipe In Gujarati)

મારા મમ્મી અથાણા બનાવવામા એક્ષપર્ટ (expert).એમની પાસેથી હું બધા અથાણા બનાવતા શીખી.એમાંનુ આ એક છે..વર્ષ મા બે વખત કેરડા ની સીઝન હોય છે પછી કેરડા મળતા નથી.#સાઇડ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કેરડા ને ધોઈને કોરા કરો.તેના ઉપરના કાંટા કાતરથી કાપો.પછી તેને પાણી માં 100-150 ગ્રામ જેટલુ મીઠું -હળદર નાખી રાખી મુકો.. બે - ત્રણ દિવસ હલાવતા રહો... બીજા દિવસે તેનુ પાણી બદલો.. હવે અંદર ફરીવાર થોડુ મીઠું નાખો.
- 2
પછીતેને જુઓ કલર બદલાઈ ગયો હશે અને કેરડા ની કડવાશ જતી રહી હશે.કડવાશ હોય તો હજી એક દિવસ રાખો. હવે તેનુ પાણી કાઢી નાખો.એકદમ કોરા કરો.
- 3
હવે રાઈના કુરીયા ને ક્રશ કરી લો. એક બાઉલ મા ક્રશ કરેલા રાઈના કુરીયા,મીઠું, તેલ, લીંબુ નો રસ લો,બરાબર હલાવો, (કલર બદલાય ત્યાં સુધી) અને અંદર કેરડા ઉમેરો. બધુ બરાબર હલાવી મીક્ષ કરો. બે દિવસ એ જ બાઉલ મા રહેવા દો. દિવસમાં બેથી ત્રણ વાર હલાવતા રહો.
- 4
પછી કાચ ની બોટલ મા ભરી લો.બોટલ એરટાઈટ હોવી જોઈએ....
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)