લસણીયા બટેટા ભુંગળા (Lasaniya Bateta bhungala recipe in Gujarati

Sonal Karia
Sonal Karia @Sonal

અમારે અહીં બાજુના ગ્રામ ધોરાજીમાં લસણીયા બટેટા બહુ જ વખણાય. અહીંથી ત્યાં લોકો ખાવા માટે જાય. અમે પણ એકવાર ગયા હતા. જે ફેમસ છે એના તો ન મળ્યા પણ બીજાના પણ બહુ સરસ હતા થોડા ગ્રેવી વાળા એટલે મેં આજે એ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે... બહુ મસ્ત બન્યા છે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો.... #સાઇડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિગ્
  1. 6 નંગલાંબા મીડીયમ બટેટા
  2. જરૂર મુજબ મીઠું
  3. જરૂર મુજબ પાણી
  4. ગ્રેવી બનાવવા માટે જોઈશે
  5. 3ચમચા આખા ધાણા
  6. 1 ચમચીજીરૂ
  7. 1/2 ચમચીવલીયારી
  8. 3 નંગલાલ સૂકા મરચાં
  9. 8કળી લસણની ફોલેલું
  10. 2 ચમચીકાશ્મીરી મરચું
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 3ચમચા તેલ
  13. જરૂર મુજબ મીઠું
  14. જરૂર મુજબ સાથે જોઈશે તળેલા ભૂંગળા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને ધોઈ કટકા કરી જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરી એકથી બે સીટી કરીને બાફી લેવા.

  2. 2

    ગ્રેવી માટે ધાણા-જીરુ,વરીયારી,મરચાને ધોઈને 1/2 કલાક માટે પલાળી રાખવા. ત્યારબાદ તેને મિક્સર જારમાં લઈ તેમાં કાશ્મીરી મરચું ગરમ મસાલો અને જરૂર મુજબ મીઠું ઉમેરી પીસી લેવું. પેસ્ટ બનાવવી.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં ઉપર બનાવેલી પેસ્ટ ઉમેરવી સહેજ સાતરી તેમાં બટેટા ઉમેરવા, પેસ્ટ વાળી જાર માં થોડું પાણી ઉમેરી કડાઈમાં ઉમેરવું. એકથી બે મિનિટમાં આપણા બટેટા તૈયાર છે... તેને ભૂંગળા સાથે સર્વ કરવા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes