પીઝા(pizza recipe in Gujarati)

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
Surat

પીઝા(pizza recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગપીઝા બેઝ
  2. મીડીયમ કાંદો
  3. નાનું સિમલા મરચું
  4. નાનું ગાજર
  5. ૧ કપબારીક સમારેલ કોબી
  6. ૧/૨ કપમકાઈ નાં દાણા
  7. ૧/૪ કપટોમેટો સોસ
  8. ૪ ચમચીપીઝા સોસ
  9. ૨ ચમચીસેઝવાન સોસ
  10. મીઠુ સ્વાદ અનુસાર
  11. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧ ચમચીઓરેગાનો
  13. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  14. ૨ ચમચીતેલ
  15. ૨ ચમચીબટર
  16. ચીઝ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોબી ને ધોય ને બારીક સમારી લો. કાંદા,સિમલા મરચું તથા ગાજર ની સ્લાઇઝ કરી લો.

  2. 2

    હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં કાંદા નાખી સાંતળી લો.

  3. 3

    કાંદા ગોલ્ડન બ્રાઉન થાય પછી તેમાં ગાજર ઉમેરો ને ૨-૩ મિનીટ સુધી ચડવા દો.

  4. 4

    ગાજર ચડી ગયા બાદ તેમાં સિમલા મરચું ઉમેરી ૨ મિનીટ સાંતળી લો.

  5. 5

    હવે તેમાં કોબી તથા મકાઈ દાણા ઉમેરો.મકાઈ દાણા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો.

  6. 6

    હવે તેમાં મીઠુ, મરચું પાઉડર,ઓરેગાનો, ચીલી ફ્લેક્સ એડ કરી મિક્સ કરી ગેસ પરથી ઉતારી ઠંડું થવા દો.

  7. 7

    એક બાઉલ મા ટોમેટો સોસ, પીઝા સોસ, તથા સેઝવાન સોસ ને મિક્સ કરી લો.

  8. 8

    હવે એક તવી પર બટર મુકી પીઝા બેઝ ને એક બાજુ 5-10 સેકન્ડ માટે શેકી લો.

  9. 9

    પીઝા બેઝ ને પલ્ટી તેની બીજી બાજુ સોસ નું મિશ્રણ લગાવો.ત્યારબાદ તેની ઉપર ત્યાર કરેલું ટોપીન્ગ પાથરી દો.

  10. 10

    હવે તેનાં પર ખમણેલું ચીઝ પાથરી દો. ઢાંકી ને ૨ મિનીટ સુધી ગરમ કરો.

  11. 11

    ત્યાર છે વેજ ચીઝ પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes