પૂરી ચાટ(Poori Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૂરી બનાવવા માટે ઘઉં અને મેદાનો લોટ લઇ તેલ અને સ્વાદ અનુસાર નમક નાખી જરૂર મુજબ પાણી નાખી થોડો કઠણ લોટ બાંધવો અને નાની પૂરી વણી લેવી અને ચમચી વડે પૂરી વચ્ચે કાપા પાડી લેવા જેથી પૂરી ફૂલાય નહીં થોડીવાર સૂકાવા માટે રાખી દેવી ત્યારબાદ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવી
- 2
બટેટાનું પૂરણ બનાવવા માટે બટેટાને બાફી છુન્દો કરી લેવો ત્યારબાદ તેમાં દાબેલીનો મસાલો નાખી થોડું ગરમ તેલ નાખી મિક્સ કરી લેવું
- 3
પૂરી ચાટ બનાવવા માટે એક પ્લેટમાં પૂરી ના કટકા કરી તેમાં બટેટાનું પુરણ પૂરી ઉપર મૂકવું ત્યારબાદ તેમાં ઉપર મીઠી ચટણી અને લીલી ચટણી અને ડુંગળી અને મસાલા સીંગ અને કોથમીર અને સેવ નાખી જરૂર મુજબ બધી ચટણી નાખવી
- 4
પૂરી ચાટ રેડી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13919082













ટિપ્પણીઓ