સ્ટ્રોબરી કેક (Strawberry Cake Recipe in Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપસ્ટ્રોબરી પલ્પ
  2. ૧/૨ કપસ્ટ્રોબરી સીરપ
  3. ૧ કપહેવી વ્હીપ ક્રીમ
  4. ૧ ટી સ્પૂનવિનેગર
  5. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  6. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  7. ૧ ટી સ્પૂનસ્ટ્રોબરી એસેન્સ
  8. ટે. સ્પૂન દુધનો પાઉડર
  9. ૧ કપમેંદો
  10. ૧/૨ કપદળેલી ખાંડ
  11. ૧/૨ કપમોળું દહીં
  12. ૧/૪ કપતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેક ટીનને તેલથી ગ્રીસ કરી, તેમાં બટર પેપર મુકી તૈયાર કરવું. (નોંધ: જો બટર પેપર ના હોય તો ટીમમાં તેલ લગાવી મેંદો પાથરવો) ત્યારબાદ ગેસ પર મોટી કઢાઈમાં રેતી અને સ્ટેન્ડ મુકી, તેને ઢાંકી પ્રીહીટ કરવા મુકો.

  2. 2

    એક મોટા વાડકામાં દહીં, તેલ અને દળેલી ખાંડ લઈ ખુબ સરસ રીતે મીક્ષ કરો. હવે મેંદો. બેકિંગ પાઉડર, બેકિંગ સોડા તથા દુધનો પાઉડર ચાળી લો. તથા તેલવાળા મિશ્રણમાં ધીરે ધીરે નાખી હલાવતા જવું.

  3. 3

    પછી આમાં દુધ નાખી સરસ મિશ્રણ તૈયાર કરવું. (મિશ્રણ વધાર ઘટ્ટ અથવા વધારે પાતળું ના થઈ જાય તેનું ધ્યાન રાખવું.) હવે તેમાં સ્ટ્રોબરી એસેન્સ નાખી હલાવી લેવું. અને છેલ્લે વિનેગર નાખી સરસ રીતે હલાવી મિશ્રણને ગ્રીસ કરેલ ટીનમાં નાખવુ. ટીનને ૨-૩ વાર ટોપ કરવું. પછી પ્રીહીટ કરવા મુકેલ કઢાઈમાં મુકી ઢાંકી દેવું.

  4. 4

    ૩૦ મિનીટ પછી થયેલ કેકમાં ચપ્પુ નાખી ચેક કરવું. ચપ્પુ કોરી બહાર આવે તો કેક થઈ ગઈછે. પછી ગેસ બંધ કરી દેવો. ૧૫ મીનીટ કેકને ઠંડી થવા દેવી પછી ટીનમાંથી બહાર કાઢવી.

  5. 5

    મોટા ચપ્પાની મદદથી અથવા દોરીની મદદથી બે અથવા ત્રણ લેયરમાં કાપવી.
    હવે એક ડીશમાં પહેલું લેયર મુકી એના પર સ્ટ્રોબરી સીરપ લગાવવું. પછી એના પર વ્હીપ ક્રિમ લગાવવું, પછી એના પર સ્ટ્રોબરી પલ્પ લગાવવું. પછી તેના પર બીજું લેયર મુકી એના પર પહેલા લેયરની જેમ સીરપ-ક્રીમ અને પલ્પ લગાવી તેના પર ત્રીજુ લેયર મુકવું.

  6. 6

    હવે ત્રીજા લેયર પર સીરપ લગાવી આખી કેકને ક્રીમ લગાવી દેવું. (આખી કેકને ક્રીમથી ઢાંકી દેવી) હવે ઈચ્છા મુજબ કેકને ડેકોરેટ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes