પાઈનેપલ જેલ કેક (Pineapple gel Cake Recipe in Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
શેર કરો

ઘટકો

૨ કલાક
૪ લોકો માટે
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપદળેલી ખાંડ
  3. ૧/૨ કપદહીં
  4. ૧/૪ કપસનફ્લાવર તેલ
  5. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  7. ૧/૨ કપદૂધ
  8. ૧ ટી સ્પૂનપાઈનેપલ રસેન્સ
  9. ૧/૨ ટી સ્પૂનવિનગર
  10. ડેકોરેશન માટે
  11. ૧ કપવિપ્પિંગ ક્રીમ
  12. ૧/૨ કપપાઈનેપલ ક્રશ
  13. ૧/૪ કપપાઈનેપલ જેલ
  14. ૧-૨ ટીપા યેલો ફૂડ કલર
  15. ૩ ચમચીકલર ફૂલ વરમિસેલિ
  16. થોડાગોલ્ડન ખાંડ બોલ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સૈા પ્રથમ એક બાઉલ લો અને તેમાં દહીં અને ખાંડ લો.તેને ફિણી લો.ત્યાર બાદ તેમાં તેલ ઉમેરી ને એકરસ કરી લો.ત્યાર બાદ તેમાં મેંદો,બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા વાળું મિશ્રણ ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં પાઈનેપલ સેન્સ અને વિનેગર ઉમેરી લો.હવે હલાવી લો અને ગ્રીસ કરેલા મોલ્ડ મા રેડી દો. તેને ૧૮૦ ડિગ્રી પર ૨૫ થી ૩૦ મિનિટ માટે બેક કરી લો.

  3. 3

    ત્યાં બાદ તેને બાર કાઢી લો અને ૧ કલાક માટે ઠરવા દો. ત્યાર બાદ તેને ૨ ભાગ મા કાપી લો. હવે વ્હિપિંગ ક્રીમ ને એક બાઉલ માં લઇ લો. હવે તેને બીટર ની મદદ થી બીટ કરી લો.હવે કેક પર વારા ફરતી ક્રીમ અને પાઈનેપલ ક્રશ નું લેયર કરી લો.

  4. 4

    હવે આખી કેક બાર ની બાજુ થી ક્રમ કોટિંગ કરી લો.તેને થોડી વાર માટે ફ્રિઝ મા મુકી દો. ત્યાર બાદ બાર કાઢી ને ફાઇનલ કોટિંગ કરી લો. ત્યાર બાદ એક બાઉલ માં થોડું ક્રીમ લઈ ને તેમાં થોડો યેલો ફૂડ કલર ઉમેરી દો.હવે તે યેલો ક્રીમ થી કેક ની નીચે ના ભાગ માં ફરતી બોર્ડર કરી લો. હવે કેક ઉપર પાઈનેપલ જેલ રેડી દો. હવે તેના ઉપર ફ્લાવર ની ડીઝાઈન કરી ને તેની આજુ બાજુ પાન ની નોજલ થી પાન પણ બનાવી લો.

  5. 5

    તેની ફરતી કલર વરમિસેલિ થી બોર્ડર કરી લો.હવે તેમાં થોડા ગોલ્ડન ખાંડ બોલ સ્પ્રિંકલ કરો.

  6. 6

    આ રીતે આખી કેક તૈયાર કરી લો.

  7. 7

    તો તૈયાર છે એગલેસ પાઈનેપલ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes