સુરતી બટર લોચો (Surti butter Locho recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#KS
#COOKPADGUJRATI
#CookpadIndia
સુરતીઓનો સવારમાં નાસ્તો એટલે ગરમા-ગરમ લોચો..... લોચા માટે એવું કહેવામાં આવે છે કે ખમણ બનાવતા એમાં કંઈક ગરબડ થવાથી લોચા ની ડીશ અસ્તિત્વમાં આવી છે એટલે કે લોચો એ ખરેખરમાં તો ખમણ બનાવતા ઉદભવેલા લોચા માં થી જ ઉદ્ભવેલ છે.

સુરતી બટર લોચો (Surti butter Locho recipe in Gujarati)

#KS
#COOKPADGUJRATI
#CookpadIndia
સુરતીઓનો સવારમાં નાસ્તો એટલે ગરમા-ગરમ લોચો..... લોચા માટે એવું કહેવામાં આવે છે કે ખમણ બનાવતા એમાં કંઈક ગરબડ થવાથી લોચા ની ડીશ અસ્તિત્વમાં આવી છે એટલે કે લોચો એ ખરેખરમાં તો ખમણ બનાવતા ઉદભવેલા લોચા માં થી જ ઉદ્ભવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. લોચો બનાવવા માટે:
  2. 2 કપચણાની દાળ
  3. 2 ચમચીઅડદની દાળ
  4. 2 ચમચીચોખા
  5. ૧/૨ કપદહીં
  6. 1/4 ચમચીહળદર
  7. 1ચમચો તેલ
  8. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  9. 1/4 ચમચીહિંગ
  10. 1/4સાજીના ફૂલ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1/4 ચમચીસૂકું આદું
  13. લોચા ની ચટણી બનાવવા માટે:
  14. 1 કપકોથમીર
  15. 1/4 કપફુદીના ના પાન
  16. 5/6લીલા મરચા
  17. 1/4 ચમચીમીઠું
  18. 1 મોટી ચમચીલોચો
  19. ઉપરથી ભભરાવવા મસાલા માટે:
  20. 1/4 ચમચીઆમચૂર પાઉડર
  21. 1/4 ચમચીસંચળ પાઉડર
  22. 1/4 ચમચીમીઠું પાઉડર
  23. 1/4 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  24. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  25. પીરસવા માટે:
  26. 1 મોટી ચમચીબટર
  27. 1ચમચો ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચણાની દાળ અડદની દાળ અને ચોખાને બેથી ત્રણ વખત ધોઈને છથી સાત કલાક માટે પલાળી દો.

  2. 2

    વધારાનું પાણી દાળમાંથી નિતારીને દાળ ને મિક્સર જારમાં લઈ ને તેમાં દહીં ઉમેરી તથા બે લીલા મરચાં ઉમેરીને વાટી લો અને ખીરૂ તૈયાર કરી લો. જરૂર પડે તો તીખાશ માટે લીલા મરચાની પેસ્ટ ઉમેરો. હળદર, મીઠું, તેલ, સૂકું આદું, હિંગ ઉમેરી ને બરાબર મિક્સ કરો. ખીરું થોડું પાતળું રાખવું.

  3. 3

    સ્ટીમરમાં પાણી ઉપાડવા મૂકી તેમાં ખાલી થાળીને સ્ટિમ થવા મૂકી દેવી પાણી બરાબર ઉકળી જાય એટલે તૈયાર કરેલ ખીરામાં સાજીનાં ફૂલ ઉમેરીને 5 મિનિટ સતત હલાવતા રહો અને ખીરૂ ફૂલી ને હલકું થઈ જાય એટલે તરત જ ગરમ થયેલી થાળીમાં ખીરાને ઉમેરીને પંદરથી વીસ મિનિટ માટે કુક કરી લો.

  4. 4

    20 મિનિટ પછી પપ્પા ની મદદથી ચેક કરી લેવું કે એ ચડી ગયો છે કે નહીં એ ચડી જાય એટલે ગેસ બંધ કરી લો.

  5. 5

    લોચા ની ચટણી બનાવવા માટે: લોચા સિવાયની બધી સામગ્રી મિક્સર જારમાં ઉમેરી 1 ચમચી લોચો ઉમેરી ને ક્રશ કરી લો. જરૂર પડે તો ચટણી ઢીલી કરવા માટે દહીં અથવા પાણી ઉમેરો.

  6. 6

    કોરા મસાલા માટે: કોરા મસાલા ની બધી સામગ્રી એક બાઉલ માં મિક્સ કરી લો.

  7. 7

    સર્વ કરવા માટે: ગરમાગરમ લોચા ને સર્વિંગ બાઉલમાં લઈને તેના ઉપર બટર મૂકો, ઉપર કોરો મસાલો ભભરાવવો પછી લોચા ની ચટણી ઝીણી સેવ ભભરાવી ને ફરીથી થોડો કોરો મસાલો ભભરાવી દો. ચટણી, કોરો મસાલો અને ઝીણી સેવ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes