સ્ટફ્ડ ઈટાલીયન રોલ લોચો(Stuffed Italian Roll Locho recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#Winterkitchenchallenge
#week5
#Suratilocho
#Italian
#Roll
#stuffed
#Street_food
#surat
#Gujrat
#morning_breakfast
#CookpadIndia
#COOKPADGUJRATI

લોચો એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું એક ખૂબ જ પ્રખ્યાત ફરસાણ છે. જે ચણાની દાળ માંથી બનાવવામાં આવે છે. અને તે એકદમ ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે. આ વાનગી સવારના નાસ્તામાં મોટાભાગે ત્યાં સર્વ કરવામાં આવે છે અને આ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. હવે આ વાનગી દેશભરમાં ખ્યાતિ પામી છે. અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ તે હવે મળે છે.
આ વાનગી નો ઉદભવ માટે એવું કહેવામાં આવે છે કે, ખમણ બનાવતાં તેનાં ખીરુ બનાવવામાં કંઈક ભૂલ થવાથી લોચા નો ઉદભવ થયો હતો. બનાવવાની પદ્ધતિમાં જ લોચો પડ્યો હોવાથી તે 'લોચા' તરીકે પ્રખ્યાત થયો. પછીથી તેને ઉપર થી ચટણી, જીણી સેવ તથા કોરા મસાલા તથા તેલ સાથે સર્વ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
અહીં મેં આ લોચા ને ફ્યુઝન સ્વરૂપે તૈયાર કરેલ છે. જેમાં ઇટાલિયન સીઝલીન્ગ, ચીઝ, બટર, બેલ પેપર, સ્વીટ કોર્ન અને ઓલિવ નો ઉપયોગ કરેલ છે.

સ્ટફ્ડ ઈટાલીયન રોલ લોચો(Stuffed Italian Roll Locho recipe in Gujarati) (Jain)

#Winterkitchenchallenge
#week5
#Suratilocho
#Italian
#Roll
#stuffed
#Street_food
#surat
#Gujrat
#morning_breakfast
#CookpadIndia
#COOKPADGUJRATI

લોચો એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું એક ખૂબ જ પ્રખ્યાત ફરસાણ છે. જે ચણાની દાળ માંથી બનાવવામાં આવે છે. અને તે એકદમ ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે. આ વાનગી સવારના નાસ્તામાં મોટાભાગે ત્યાં સર્વ કરવામાં આવે છે અને આ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. હવે આ વાનગી દેશભરમાં ખ્યાતિ પામી છે. અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ તે હવે મળે છે.
આ વાનગી નો ઉદભવ માટે એવું કહેવામાં આવે છે કે, ખમણ બનાવતાં તેનાં ખીરુ બનાવવામાં કંઈક ભૂલ થવાથી લોચા નો ઉદભવ થયો હતો. બનાવવાની પદ્ધતિમાં જ લોચો પડ્યો હોવાથી તે 'લોચા' તરીકે પ્રખ્યાત થયો. પછીથી તેને ઉપર થી ચટણી, જીણી સેવ તથા કોરા મસાલા તથા તેલ સાથે સર્વ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
અહીં મેં આ લોચા ને ફ્યુઝન સ્વરૂપે તૈયાર કરેલ છે. જેમાં ઇટાલિયન સીઝલીન્ગ, ચીઝ, બટર, બેલ પેપર, સ્વીટ કોર્ન અને ઓલિવ નો ઉપયોગ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. લોચો બનાવવા માટે:
  2. 2 કપચણાની દાળ
  3. 2 ચમચીઅડદની દાળ
  4. 2 ચમચીચોખા
  5. 2લીલા મરચા
  6. પા ચમચી હળદર
  7. આ ચમચી હિંગ
  8. પા ચમચી ખાવાનો સોડા
  9. 1ચમચો તેલ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. પા ચમચી સુંઠ
  12. પા ચમચી લીલા મરચાની પેસ્ટ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ઇટાલિયન સ્ટફિંગ બનાવવા માટે:
  15. 1 ટે સ્પૂનબટર
  16. 1/4 કપsweet corn બાફીને અધકચરી ક્રશ કરેલી
  17. 1/2 કપલાલ, લીલા, પીળાં મિક્સ કેપ્સીકમ ના ઝીણાં સમારેલા
  18. 1/4 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  19. 1/2 ટી સ્પૂનઓરેગાનો
  20. 1/4 ટી સ્પૂનબેસીલ
  21. 1/4 ટી સ્પૂનપાર્સલી
  22. 1/4 ટી સ્પૂનરોઝમેરી
  23. 1 ટી સ્પૂનઝીણી સમારેલી કોથમીર ની દાંડી
  24. 1/4 ટી સ્પૂનમીઠું
  25. 1/4 ટી સ્પૂનમરી પાવડર
  26. ચટણી બનાવવા માટે:
  27. ૧ કપઝીણી સમારેલી કોથમીર
  28. પા કપ ફુદીનાના પાન
  29. ૨-૩લીલા મરચા
  30. પા ચમચી જીરૂં
  31. 1 ચમચીલીંબુનો રસ
  32. 1 ચમચીલોચો
  33. પા ચમચી મીઠું
  34. ઉપરથી ભભરાવવા નો કોરો મસાલો બનાવવા માટે:
  35. પા ચમચી લાલ મરચું પાવડર
  36. પા ચમચી આમચૂર પાવડર
  37. પા ચમચી શેકેલા જીરાનો પાવડર
  38. પા ચમચી ચાટ મસાલો
  39. પા ચમચી સંચળ પાવડર
  40. લોચા ને સર્વ કરવા માટે: બટર, ઝીણી સેવ, કોરો મસાલો અને ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ચણાની દાળ, અડદની દાળ અને ચોખાને બેથી ત્રણ વખત ધોઈને છથી સાત કલાક માટે પલાળી દો.

  2. 2

    વધારાનું પાણી દાળમાંથી નિતારીને દાળ ને મિક્સર જારમાં લઈ ને તેમાં દહીં ઉમેરી તથા બે લીલા મરચાં ઉમેરીને વાટીને 5/6 કલાક માટે ઢાંકી ને આથો લાવવા મૂકી દો. હવે તેમાં જરૂર પડે તો તીખાશ માટે લીલા મરચાની પેસ્ટ ઉમેરો. હળદર, મીઠું, તેલ, સૂકું આદું, હિંગ ઉમેરી ને બરાબર મિક્સ કરો. ખીરું થોડું પાતળું રાખવું

  3. 3

    સ્ટીમરમાં પાણી ઉપાડવા મૂકી તેમાં ખાલી થાળીને સ્ટિમ થવા મૂકી દેવી પાણી બરાબર ઉકળી જાય એટલે તૈયાર કરેલ ખીરામાં સાજીનાં ફૂલ ઉમેરીને 5 મિનિટ સતત હલાવતા રહો અને ખીરૂ ફૂલી ને હલકું થઈ જાય એટલે તરત જ ગરમ થયેલી થાળીમાં ખીરાને ઉમેરીને ઉપર થી લાલ મરચું પાવડર ભભરાવી ને પંદરથી વીસ મિનિટ માટે કુક કરી લો.

  4. 4

    સ્ટફિંગ બનાવવા માટે:
    બીજી તરફ એક પેનમાં ચમચી બટર બાફીને કરેલી અધકચરી મકાઈ, ત્રણે કલર ના બેલપેપર, ઝીણી સમારેલી કોથમીર ની દાંડી ઉમેરી તેને બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. પછી બધાં મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    20 મિનિટ પછી ચપ્પા ની મદદથી ચેક કરી લેવું કે લોચો ચઢી ગયો છે કે નહીં એ ચઢી જાય એટલે ગેસ બંધ કરી લો.

  6. 6

    ચટણી બનાવવા માટે:
    ચટણી ની બધી સામગ્રી મિક્સર જારમાં ગઈ તેમાં તૈયાર કરેલો લોચો એક ચમચી ઉમેરી ક્રશ કરી લો.

  7. 7

    કોરા મસાલો બનાવવા માટે:
    બધા કોરા મસાલા મિક્સ કરી લો.

  8. 8

    સ્ટફ્ડ ઈટાલીયન રોલ લોચો બનાવવા માટે:
    તૈયાર લોચાને બે પ્લાસ્ટીક શીટ ની વચ્ચે મુકી હાથેથી દબાવી ને સ્પ્રેડ કરી લો પછી તેનો ઉપરનું પ્લાસ્ટીક કાઢી લો હવે લોચા ઉપર મેયોનીઝ લગાવી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો.

  9. 9

    હવે તેમાં તૈયાર સ્ટફિંગ મૂકી, ઉપર ઓલિવ મૂકો અને તેના પર ચીઝ છીણીને ઉમેરો. હવે નીચેના પ્લાસ્ટીક શીટ વડે લોચા ને બંને બાજુ થી ફોલ્ડ કરી રોલ તૈયાર કરી લો.

  10. 10

    તૈયાર સ્ટાફ ઇટાલિયન લોચા ને સર્વિંગ ડીશમાં લઈ ઉપરથી ચીઝ સ્પ્રેડ, મેયોનીઝ, ઓલિવ ની સ્લાઈસ, બટર, ઝીણી સેવ ઉમેરી ગાર્નિશ કરો. તેના ઉપર જરૂર મુજબ કોરો મસાલો ભભરાવો તથા તીખી ચટણી ઉમેરો.

  11. 11

    તો તૈયાર છે એકદમ ફ્યુઝન એવો સુરતી લોચો સર્વ કરવા માટે. જેને ઝીણી સેવ, ચટણી અને કોરા મસાલા સાથે મેં અહીં સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes