કાશ્મીરી દુધે દાળ (Kashmiri Dudhe dal Recipe in Gujarati)

કાશ્મીરમાં બનતી એક અનોખી દાળ
કાશ્મીરી દુધે દાળ (Kashmiri Dudhe dal Recipe in Gujarati)
કાશ્મીરમાં બનતી એક અનોખી દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
બે પાણીએ ધોયેલી, ૧ વાટકી મગની મોગર દાળને ૪૦૦ મીલી પાણી સાથે કુકરમાં મૂકી, બે સીટી વગાડો.
- 2
બિરિસ્તા તૈયાર કરવા માટે, ૨ મોટા કાંદા ની પાતળી ચીરો, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલ માં તળો.
- 3
બાફી ગયેલી દાળને એક વાસણ માં ઠલવી ગેસ ઉપર મુકો. એમાં ૧/૨ લીટર દૂધ અને ૧/૨ ગ્લાસ પાણી નાખી, ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દયો.
- 4
દાળ ઉકળી જાય એટલે એમાં એક ચમચી છીણેલું લસણ, ૧ ટેબલ સ્પૂન પીસેલી વરિયાળી, ૧ ટી સ્પૂન સૂઠ પાઉડર, કાશ્મીરનો સ્પેશ્યલ ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને દાળને ઉકળવા દયો.
- 5
૪ કલાક માટે કેસરના દૂધમાં પલાળેલી, બદામની કતરણ અને નારિયળ કતરણ, ૨-૨ ચમચી અને કાંદાનો બિરિસ્તા ઉમેરી, ૨ મિનિટ માટે ઉકાળો.
- 6
હવે વઘાર માટે ૨ ચમચી ઘી ને વઘાર ની વાટકી માં ગેસ ઉપર ચડાવો અને એમાં ૧ ચમચી જીરું નાખો. જીરું ખીલે એટલે તરત દાળને વાઘરી લ્યો અને ૨ મિનિટ માટે ઉકળવા દયો.
- 7
હવે દાળને સર્વિંગના વાસણમાં કાઢો અને ઘી અને બિરિસ્તાથી ગાર્નિશ કરી કરો અને દાળને કેસર પુલાવ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ