છુંદો વઘારેલો (Chhundo Vagharelo Recipe In Gujarati)

અથાણાંની સિઝન આવે એટલે બધાને ત્યાં અવનવા અથાણાં બનવાની તૈયારી થઈ જાય... અને એમાં જો ઘરમાં વડીલ વ્યક્તિ હોય તો પછી અનુભવથી બનેલાં અથાણાંની વાત જ કઈ અલગ હોય છે!!!...
આમ તો અથાણાં ઘણાં પ્રકારના હોય છે, જેમ કે; ગળ્યું અથાણું,ખાટું અથાણું,ગુંદાનું અથાણું,ચણા મેથી નું અથાણું,લીંબુનું અથાણું વગેરે વગેરે.... આ તો થઈ મેથીયા મસાલાના અથાણાં પણ એવા અથાણાં પણ છે જે ખાંડ અને લાલ મરચું વાપરીને બનાવવામાં આવે છે જેવા કે છૂંદો,વઘારીયું,મુરબ્બો વગેરે... જે નાના બાળકોથી લઈ મોટા લોકો ને બહુ જ ભાવે... નાના બાળકો માટે તો સરસ....!!!
મને યાદ છે હું નાની હતી ત્યારે મમ્મી છૂંદો,બટાકિયું,વઘારીયું,મુરબ્બો એવું બધું બહુ જ બનાવતી ... છૂંદો કે વઘારીયા નો રસો... મજા પડી જાય હોં!!! બાળપણ એ બાળપણ....
એ જ યાદ તાજી કરી અને મારી દીકરીને પણ છુંદા નો ચટકો લાગે અને એટલે આ વખતે મેં પણ મારી દીકરી (અને મારા માટે પણ હા!!) માટે છૂંદો ઘરે બનાવ્યો... અને બહુ જ સરસ , લાલ ચટાકેદાર બન્યો છે તો ....
હું એ રેસિપિ તમારી સાથે share કરીશ અને તમે પણ બનાવજો આ રેસિપિ....
છુંદો વઘારેલો (Chhundo Vagharelo Recipe In Gujarati)
અથાણાંની સિઝન આવે એટલે બધાને ત્યાં અવનવા અથાણાં બનવાની તૈયારી થઈ જાય... અને એમાં જો ઘરમાં વડીલ વ્યક્તિ હોય તો પછી અનુભવથી બનેલાં અથાણાંની વાત જ કઈ અલગ હોય છે!!!...
આમ તો અથાણાં ઘણાં પ્રકારના હોય છે, જેમ કે; ગળ્યું અથાણું,ખાટું અથાણું,ગુંદાનું અથાણું,ચણા મેથી નું અથાણું,લીંબુનું અથાણું વગેરે વગેરે.... આ તો થઈ મેથીયા મસાલાના અથાણાં પણ એવા અથાણાં પણ છે જે ખાંડ અને લાલ મરચું વાપરીને બનાવવામાં આવે છે જેવા કે છૂંદો,વઘારીયું,મુરબ્બો વગેરે... જે નાના બાળકોથી લઈ મોટા લોકો ને બહુ જ ભાવે... નાના બાળકો માટે તો સરસ....!!!
મને યાદ છે હું નાની હતી ત્યારે મમ્મી છૂંદો,બટાકિયું,વઘારીયું,મુરબ્બો એવું બધું બહુ જ બનાવતી ... છૂંદો કે વઘારીયા નો રસો... મજા પડી જાય હોં!!! બાળપણ એ બાળપણ....
એ જ યાદ તાજી કરી અને મારી દીકરીને પણ છુંદા નો ચટકો લાગે અને એટલે આ વખતે મેં પણ મારી દીકરી (અને મારા માટે પણ હા!!) માટે છૂંદો ઘરે બનાવ્યો... અને બહુ જ સરસ , લાલ ચટાકેદાર બન્યો છે તો ....
હું એ રેસિપિ તમારી સાથે share કરીશ અને તમે પણ બનાવજો આ રેસિપિ....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એકદમ કાચી રાજાપુરી કેરી લઈ તેને બરાબર ધોઈ અને લૂછીને કોરી કરી લો. પછી તેની છાલ કાઢીને મોટી છીણીથી છીણી લો... છીણ મોટું અને થોડું જાડું હોય તો છૂંદો એટલો જ સરસ બનશે.
- 2
છીણને એક તપેલીમાં ભેગું કરો. પછી તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો. પછી તેમાં જેટલું છીણ હોય એટલી અથવા એનાથી થોડી વધારે ખાંડ નાખી બરાબર મિક્ષ કરી લો. મેં ખાંડ કેરી કરતા થોડી વધારે નાખી છે.... પછી તેને બરાબર હલાવીને એક આખો દિવસ રાખી મુકો અને ખાંડ પૂરેપૂરી ઓગળે ત્યાં સુધી રાહ જુઓ.
- 3
બીજે દિવસે ખાંડ ઓગળી ગઈ એ ચેક કરીને જ ગેસ પર ગરમ કરવા મુકો. પછી તેના વઘારની તૈયારી કરો. વઘારીયું ગરમ કરવા મુકો,તેમાં તેલ નાખી ગરમ થવા દો. પછી તેમાં વઘારના લાલ મરચાં,રાઇ,લવિંગ અને તજ નાખી રાઇ તતળે એટલે વઘાર છુંદા માં નાખી દો.
- 4
પછી બરાબર મિક્ષ કરીને છીણ ચઢી જાય ત્યાં ગેસ પર ગરમ થવા દેવો. પછી તેમાં લાલ મરચું પાઉડર પોતાના ટેસ્ટ મુજબ ઉમેરીને બરાબર હલાવી ૫ મિનિટ રાખીને ગેસ બંધ કરીને છૂંદો ઠંડો પડવા દેવો.... છૂંદો બનતા ૨૫ થી ૩૦ મિનિટ થશે. સંપૂર્ણ ઠંડો પડ્યા પછી જ તેને બરણી માં ભરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#PS#cookoadindia#cookoad gujarati#zero oil recipe બીજા કોઈ પણ અથાણાં માં તેલ બહુ જ જરૂરી હોય છે તો જ તે અથાણું સારું રહે છે પણ છૂંદો એ zero oil માં બને છે અને આખું વર્ષ છુંદો સારો રહે છે.છુંદા માં ખટાશ ,ગળપણ,અને તીખાશ બધું જ હોવાથી આ ચટપટો સ્વાદ બધા ને ભાવે અને છુંદો ગુજરાતી ના ઘરે બનતો જ હોય.............. सोनल जयेश सुथार -
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#chundoછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા જોડે જોડે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો શેકી ને બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે. છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત. Vidhi V Popat -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3theme3#psછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે. રોટલી, ભાખરી, થેપલા, પરાઠા અને પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે.ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek 3છૂંદો એ ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસિપી છે અને તે તડકા છાયા નો પણ બને છે અને તે આખો વર્ષ ખૂબ જ સારું રહે છે તે ખાસ કરીને થેપલા અને પૂરી જોડે ખૂબ ભાવે છે પરંતુ બાળકો તો રોટલી ભાખરી અને પરોઠા સાથે પણ ખાય છે અને મેં આજે તડકા છાયા નો છુંદો બનાવ્યો છે રેસિપી શેર કરું છુંBhoomi Harshal Joshi
-
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week૩ગુજરાતીઓ ના ઘર માં બહુ પ્રકાર ના અથાણાં હોતા હોય છે, પણ છૂંદો લગભગ બધા ના ઘર માં બનતો જ હસે, કેમ કે એ બાળકો નો પ્રિય હોય છે, જ્યારે કોઈ શાક ના ભાવતું હોય તો જોડે છૂંદો કે અથાણું લેવાની મજા આવે..અહી મારી છુંદા ની રીત શેર કરું છુ Kinjal Shah -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
છૂંદો ગુજરાતી ના ઘર માં હોય જ.કેરી નો છૂંદો ખાટો મીઠો અને ટેસ્ટી હોય છે. આને તમે રોટલી પૂરી પરોઠા કે થેપ્લા સાથે સર્વ કરી શકો છો. છુંદો બનાવવાની માટે એપ્રિલ કે મે મહિનો બેસ્ટ રહે છે. કારણ કે આ મહિનામાં તાપ સરસ હોય છે જેથી કરીને છૂંદો ખુબ જ સરસ બને છે#EB Nidhi Sanghvi -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#PS છૂંદો એ કાચી કેરી માંથી બનાવવામાં આવતું એક ગુજરાતી અથાણું છે. એપ્રિલ કે મે મહિના દરમ્યાન જ્યારે ગરમી ખૂબ પડે છે અને કાચી કેરી ખૂબ જ સરસ આવે છે ત્યારે આ અથાણું બનાવવામાં આવે છે. આ અથાણા નો સ્વાદ ખાટો, મીઠો અને થોડો તીખો હોય છે જેથી આ અથાણું ખાવાની ખૂબ મજા આવે છે. . છૂંદો બનાવતી વખતે સામગ્રીનું પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત ફોલો કરીએ તો તે આખું વરસ સરસ રહે છે. Asmita Rupani -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં કેરી આવવાની શરૂઆત થાય એટલે તરત જ છૂંદો અને અથાણું યાદ આવે. ગુજરાતીઓ આખા વરસના જુદા જુદા પ્રકારના અથાણાં અને છૂંદા બનાવીને રાખતા હોય છે. મેં છૂંદો બનાવ્યો છે.#EB Vibha Mahendra Champaneri -
છુંદો (Chhundo Recipe In Gujarati)
બારે માસ ખાટો મીઠો સ્વાદ માણવો હોય તો તે તમને કેરી નાં છુંન્દા માંથી મળતો રહે છે જે દરેક ગુજરાતી ના ઘરમાં તો હોયજ.#EB#Week3 Dipika Suthar -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3 અથાણાંની સિઝન આવે અને છુંદો ન બને એવું તો શક્ય જ નથી.તડકા-છાયાનો,બાફીને ચાસણવાળો.તીખો,મોળો (મરચાં વગરનો)કેસર વાળો,એમ જાત જાતના છુંદા બહેનો પોતાની કોઠાસૂઝ પ્રમાણે અને પોતાના પરિવારની પસંદને ધ્યાનમાં રાખી બનાવે છે.હું આજે આપના માટે તડકા-છાયાનો 'કેસરયુક્ત છુંદો' બનાવવાની રેશીપી લાવી છું. Smitaben R dave -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#chundo#છૂંદોછૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત. Sejal Dhamecha -
તીખો છુંદો-મેથમ્બો (Tikho Chhundo-Methambo Recipe in Gujarati)
#કૈરી#અથાણું_૧.ઉનાળાની ઋતુ આવે એટલે કેરીનું આગમન થાય. આને આખા વર્ષના જાતજાતના અથાણાં બંને છે. એમાંથી હું ફક્ત ત્રણ પ્રકારના જ અથાણાં બનાવું છું જે મારા સારા જ બને છે. આજે હું તીખો છુંદો-મેથમ્બોની રીત લઈને આવી છું. આખા વર્ષ માટે બનાવવાનો એટલે સામગ્રીના માપ પ્રમાણે બનતા પણ સમય લાગે છે.આ તીખો છુંદો-મેથમ્બો બનાવવા માટે મેં છીણના વજન જેટલી જ ખાંડ લીધી છે. આ છુંદો થેપલાં અને ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3ભાગ્યે જ એવું ગુજરાતી ઘર હશે કે જ્યાં છૂંદો બનશો નહીં હોય દરેક ગુજરાતીઓની આન બાન અને શાન એટલે તેમને તેમનો કેરીનો છૂંદો સુંદો આમ તો એક કેરી નું છે પણ તેમાં જ્યારે ઠીક ખટાશ મીઠાશ ખટાશ અને ગરમ તેજાના મસાલા નો વિશિષ્ટ સંગમ થાય ત્યારે તેનું એક અલગ પહેચાન બને છે . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBતડકા છાયા નો છૂંદો દરેક ગુજરાતીના ઘર માં હોય જબાળકો ને ખાસ પસંદ એવો છૂંદો બનાવવાનો બહુ સરળ છે Jyotika Joshi -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek3 ગુજરાતી ઘરોમાં છૂંદો ખાસ બનાવવામાં આવે છે....પીકનીક હોય કે લાંબા પ્રવાસે જવાનું હોય એટલે થેપલા અને પૂરી સાથે ટીફીનમાં છૂંદો તો હોયજ...ટિફિન ખુલ્લે અને આસપાસ ખુશ્બૂ ફેલાઈ જાય એટલે સૌને ખબર પડે કે ગુજરાતી ટિફિન ખુલ્યું છે...😊 સ્કૂલ અને ઓફિસના લંચ બોક્સ માં પણ રોટલી પરાઠા સાથે છૂંદો જ ભરવામાં આવે...મેં તડકા છાંયા નો બનાવ્યો છે...પરંતુ જલ્દી બનાવવો હોય તો ગેસ પર ખાંડની દોઢ તારી ચાસણી માં બનાવી શકાય છે.. Sudha Banjara Vasani -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3છૂંદો એ એક મીઠું (sweet) અથાણું છે મીઠો સ્વાદ હોવાથી બાળકો પણ ખાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
તડકા છાયા નો કેરી નો છુંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek3Post2#તડકા છાંયડા નો કેરી નો છુંદોમારી મમ્મી દર વર્ષે તડકા છાંયડા નો છુંદો બનાવે. જયારે છુંદો હલાવવા અથવા ચાશણી થઇ છે કે નઈ તે ચેક કરવા માટે તપેલું ખોલે ને ત્યારે જે અધકચરો થયેલો છુંદો હોય મને તે ખાવાની ખુબ જ મજા આવતી... એટલે હું મમ્મી ને જોઈને આ પ્રોસેસ કઈ રીતે કરવી ટે શીખી ગઈ. છુંદા માટેની છીણેલી કેરી અને ખાંડ નું વજન કરવા નું કામ મારું જ હતું... પછી જયારે સ્કૂલ શરુ થાય એટલે એ છુંદો Bhumi Parikh -
-
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#EBweek3#cookpadinida#cookpadgujaratiદરેક ગુજરાતી ઘર મા છુંદો બનતોજ હોય છે. આ એક જાત નું અથાણું છે j આપડે બધા છુંદો તડકા મા રાખીને બનાવીએ છીએ અને તે બનતા ૫-૭ દિવસ તો લાગે જ છે. આજે મે ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે જે ગેસ પર ખુબજ જલ્દી બની જાય છે અને તમે એને સ્ટોર પણ કરી શકો છો. Mitali Chavda (Mitali Darshan Vala) -
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#week3 દરેક ગુજરાતી ઓનાં ધર માં બનતું આ અથાણું ખુબજ ટેસ્ટી બને છે.આ છુંદો તડકા છાયા નો પણ બને છે અને ઇન્સ્ટન્ટ ગેસ પર પણ બને છે.મે અહીંયા ગેસ પર બનાવ્યો છે .આ છુંદો આખું વર્ષ સારો રહે છે. Varsha Dave -
વઘારેલો છુંદો (Vagharelo Chundo Recipe In Gujarati)
#સાઈડગુજરાતી અને ગળપણ ...ખાટ્ટા જોડે મીઠો સ્વાદ જોઈએ જ........અને તીખો પણ.. આ છુંદો વઘારીને કરવામાં આવે છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3છુંદો એ ગુજરાતી ઓ નું ભાવતું અથાણું છે. તડકાં છાયા મા તયાર કરેલું એવું સ્વાદિષ્ટ અથાણું જેમાં મીઠુ તેમજ તેલ નથી વપરાતું. એટલે ડાએટ કરનાર પણ ખાઈ શકે. Hetal amit Sheth -
-
કેરી નો છૂંદો (Keri No Chhundo Recipe in Gujarati.)
#કૈરી #પોસ્ટ ૧ કેરી એ ફળો નો રાજા કહેવાય છે.તેનો સ્વાદ અને સુગંધ લાજવાબ હોય છે.કેરી ના ઉપયોગ થી આખું વર્ષ સાચવી શકાય તેવી ઘણી રેસીપી બને છે.મારા પરીવાર ની પસંદ ખાટો મીઠો છૂંદો બનાવ્યો છે. Bhavna Desai -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4 આ મુરબ્બો અથાણાં નો રાજા કહેવાય છે.લગભગ દરેક ગુજરાતી નાં ઘર માં બનતો હોય છે.ગુજરાતી ભોજન નાં ભાણા માં એ સ્વીટ નું સ્થાન પામે છે.સ્વાદ માં એકદમ ટેસ્ટી અને લાજવાબ બને છે.અને આખું વરસ સારો રહે છે. Varsha Dave -
છૂંદો (Mango Sweet Pickle Recipe In Gujarati)
#EB#week3થીમ 3#PSછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે..ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
છુંદો (Chhundo Recipe In Gujarati)
છુંદો બધા જ બનાવે છે અલગ અલગ રીતેતીખો મીડીયમ બી બનાવતા હોય છે મારા ઘરમાં છુંદો ખૂબ જ ખવાઈ છે સરસ બન્યું છે .મોમ સ્ટાઈલઅમારા ઘરમાં આવી રીતે જ છુંદો બને છે#EB#week3 chef Nidhi Bole -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (4)