છૂંદો (Chhundo Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#EB
#week3
#PS
છૂંદો એ કાચી કેરી માંથી બનાવવામાં આવતું એક ગુજરાતી અથાણું છે. એપ્રિલ કે મે મહિના દરમ્યાન જ્યારે ગરમી ખૂબ પડે છે અને કાચી કેરી ખૂબ જ સરસ આવે છે ત્યારે આ અથાણું બનાવવામાં આવે છે. આ અથાણા નો સ્વાદ ખાટો, મીઠો અને થોડો તીખો હોય છે જેથી આ અથાણું ખાવાની ખૂબ મજા આવે છે. . છૂંદો બનાવતી વખતે સામગ્રીનું પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત ફોલો કરીએ તો તે આખું વરસ સરસ રહે છે.

છૂંદો (Chhundo Recipe In Gujarati)

#EB
#week3
#PS
છૂંદો એ કાચી કેરી માંથી બનાવવામાં આવતું એક ગુજરાતી અથાણું છે. એપ્રિલ કે મે મહિના દરમ્યાન જ્યારે ગરમી ખૂબ પડે છે અને કાચી કેરી ખૂબ જ સરસ આવે છે ત્યારે આ અથાણું બનાવવામાં આવે છે. આ અથાણા નો સ્વાદ ખાટો, મીઠો અને થોડો તીખો હોય છે જેથી આ અથાણું ખાવાની ખૂબ મજા આવે છે. . છૂંદો બનાવતી વખતે સામગ્રીનું પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત ફોલો કરીએ તો તે આખું વરસ સરસ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6-7 દિવસ
  1. 2 કિલોરાજાપુરી કેરી
  2. 2 કિલોખાંડ
  3. 1 Tbspહળદર
  4. 1/2 કપલાલ મરચું પાઉડર
  5. 3 Tbspજીરુ
  6. 3તજ ના ટુકડા
  7. 6-7લવિંગ
  8. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

6-7 દિવસ
  1. 1

    કાચી કેરીને ચોખ્ખા પાણી થી ધોઈ બરાબર કોરી કરી તેની છાલ ઉતારી લેવાની છે. ત્યારબાદ તેને ખમણી વડે છીણી લેવાની છે.

  2. 2

    આ છીણને એક તપેલામાં લઈ તેમાં હળદર અને મીઠું ઉમેરી બે ત્રણ કલાક માટે રાખી મૂકવુ. મીઠું અને હળદર ઉમેરવાથી તેમાં થોડું પાણી છૂટશે.

  3. 3

    હવે તેમાં ખાંડ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવું. તપેલાને સરખું ઢાંકીને એક રાત માટે એમનમ રહેવા દેવું.

  4. 4

    બીજા દિવસે સવારે આ છૂંદાને ચમચાથી એકદમ બરાબર રીતે હલાવી લેવું. હવે છૂંદાવાળા તપેલાને સ્વચ્છ અને પાતળા સફેદ કપડાથી ઢાંકી ફરતે તેને ટાઇટ વીંટીને તડકો સારો આવતો હોય તેવી જગ્યાએ મૂકી સાંજ સુધી તપેલું ત્યાં જ રહેવા દેવું. સાંજે તેને ઘરમાં લઈ લેવું.

  5. 5

    બીજા દિવસે સવારે ઢાકેલું કપડું હટાવી ચમચાથી છૂંદા ને બરાબર રીતે મિક્સ કરી લેવો અને ફરીથી તે જ રીતે પકડું ઢાકી અને તેને ફરી તેજ રીતે તડકો દેવો.

  6. 6

    આ રીતે સતત ચાર થી પાંચ દિવસ સુધી તડકો આપવો. ત્યાર બાદ છૂંદા ના રસ ને બે આંગળીઓ વચ્ચે લઇ જો એક તારની ચાસણી થતી હોય તો આપણો છૂંદો અહીંયા તૈયાર થઈ ગયો છે. હવે તેને તડકો આપવાની જરૂર નથી.

  7. 7

    જીરુ, તજ અને લવિંગ ને થોડા શેકી લઇ તેનો પાઉડર બનાવી તેને છૂંદામાં ઉમેરવાનો છે અને તેની સાથે લાલ મરચું પાઉડર પણ ઉમેરવાનું છે. બધુ બરાબર રીતે મિક્સ કરી આ છૂંદાને કાચની બરણીમાં ભરી લેવાનો છે.

  8. 8

    તો અહીંયા ખટમીઠો અને તીખો એવો ટેસ્ટી છૂંદો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes