કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)

છૂંદો ગુજરાતી ના ઘર માં હોય જ.કેરી નો છૂંદો ખાટો મીઠો અને ટેસ્ટી હોય છે. આને તમે રોટલી પૂરી પરોઠા કે થેપ્લા સાથે સર્વ કરી શકો છો. છુંદો બનાવવાની માટે એપ્રિલ કે મે મહિનો બેસ્ટ રહે છે. કારણ કે આ મહિનામાં તાપ સરસ હોય છે જેથી કરીને છૂંદો ખુબ જ સરસ બને છે
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
છૂંદો ગુજરાતી ના ઘર માં હોય જ.કેરી નો છૂંદો ખાટો મીઠો અને ટેસ્ટી હોય છે. આને તમે રોટલી પૂરી પરોઠા કે થેપ્લા સાથે સર્વ કરી શકો છો. છુંદો બનાવવાની માટે એપ્રિલ કે મે મહિનો બેસ્ટ રહે છે. કારણ કે આ મહિનામાં તાપ સરસ હોય છે જેથી કરીને છૂંદો ખુબ જ સરસ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને બરાબર ધોઈ લો અને તેની તેની છાલ ઉતારી લો.હવે આ કેરી ને છીણી લો અને પછી તેમાં ચપટી હળદર અને મીઠું મીક્ષ કરો અને ૨૦ મિનિટ રહેવા દો. પછી તેમાંથી પાણી નિતારી કેરીની છીણ ને અલગ રાખો
- 2
હવે આ કેરી ના છીણ ને સ્ટીલ ની એક મોટી તપેલી માં લો અને તેમાં ખાંડ મીક્ષ કરો અને તેને ૨-૫ મિનિટ સુધી હલાવો.હવે તપેલા ને ઢાંકી ને એક બાજુ એક દિવસ સુધી મૂકી દો
- 3
હવે આ કેરી ના છૂંદા ને હલાવો અને પછી તેની પર સફેદ અથવા તો બીજું કોઈ પણ સુતરાઉ કપડું બાંધી ને ઢાંકી દો.આ તપેલી ને ૬-૭ દિવસ સુધી તાપ માં (તડકા માં) મુકો રોજ એક વાર છૂંદા ને હલાવવું
- 4
બધી ખાંડ બરાબર ઓગળી જાય અને રસો એકદમ જાડો થઇ જાય પછી તાપ માં મૂકવું નહિ.તૈયાર છૂંદા માં લવિંગ, લાલ મરચું અને તજ મીક્ષ કરો.આ છૂંદા ને હવા ચુસ્ત કાચ ની બરણી માં ભરી લો.આ છૂંદો આખું વર્ષ સારો રહે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#PS છૂંદો એ કાચી કેરી માંથી બનાવવામાં આવતું એક ગુજરાતી અથાણું છે. એપ્રિલ કે મે મહિના દરમ્યાન જ્યારે ગરમી ખૂબ પડે છે અને કાચી કેરી ખૂબ જ સરસ આવે છે ત્યારે આ અથાણું બનાવવામાં આવે છે. આ અથાણા નો સ્વાદ ખાટો, મીઠો અને થોડો તીખો હોય છે જેથી આ અથાણું ખાવાની ખૂબ મજા આવે છે. . છૂંદો બનાવતી વખતે સામગ્રીનું પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત ફોલો કરીએ તો તે આખું વરસ સરસ રહે છે. Asmita Rupani -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek3 ગુજરાતી ઘરોમાં છૂંદો ખાસ બનાવવામાં આવે છે....પીકનીક હોય કે લાંબા પ્રવાસે જવાનું હોય એટલે થેપલા અને પૂરી સાથે ટીફીનમાં છૂંદો તો હોયજ...ટિફિન ખુલ્લે અને આસપાસ ખુશ્બૂ ફેલાઈ જાય એટલે સૌને ખબર પડે કે ગુજરાતી ટિફિન ખુલ્યું છે...😊 સ્કૂલ અને ઓફિસના લંચ બોક્સ માં પણ રોટલી પરાઠા સાથે છૂંદો જ ભરવામાં આવે...મેં તડકા છાંયા નો બનાવ્યો છે...પરંતુ જલ્દી બનાવવો હોય તો ગેસ પર ખાંડની દોઢ તારી ચાસણી માં બનાવી શકાય છે.. Sudha Banjara Vasani -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#chundo#છૂંદોછૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત. Sejal Dhamecha -
કેરી નો છૂંદો (Keri No Chhundo Recipe in Gujarati.)
#કૈરી #પોસ્ટ ૧ કેરી એ ફળો નો રાજા કહેવાય છે.તેનો સ્વાદ અને સુગંધ લાજવાબ હોય છે.કેરી ના ઉપયોગ થી આખું વર્ષ સાચવી શકાય તેવી ઘણી રેસીપી બને છે.મારા પરીવાર ની પસંદ ખાટો મીઠો છૂંદો બનાવ્યો છે. Bhavna Desai -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week૩ગુજરાતીઓ ના ઘર માં બહુ પ્રકાર ના અથાણાં હોતા હોય છે, પણ છૂંદો લગભગ બધા ના ઘર માં બનતો જ હસે, કેમ કે એ બાળકો નો પ્રિય હોય છે, જ્યારે કોઈ શાક ના ભાવતું હોય તો જોડે છૂંદો કે અથાણું લેવાની મજા આવે..અહી મારી છુંદા ની રીત શેર કરું છુ Kinjal Shah -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week.3ઉનાળો શરૂ થાય ,અને કેરીની સીઝન શરૂ થાય ,એટલે અથાણાની સીઝન પણ ચાલુ થઈ જાય છે. તેમાં કેરીનો છૂંદો એવી આઇટમ છે ,જે નાનાથી મોટા દરેકને પસંદ પડે છે .અને ભાવે છે. છુંદો બે રીતે બને છે. એક તડકાનો અને બીજો ગેસ ઉપર. બરાબર ચાસણી થયેલો છુંદો આખું વરસ સારો રહે છે .અને છૂંદો થેપલા, મુઠીયા,ઢોકળા ,પરોઠા ,ભાખરી ,સાથે સરસ લાગે છે. Jyoti Shah -
છુંદો (Chhundo Recipe In Gujarati)
બારે માસ ખાટો મીઠો સ્વાદ માણવો હોય તો તે તમને કેરી નાં છુંન્દા માંથી મળતો રહે છે જે દરેક ગુજરાતી ના ઘરમાં તો હોયજ.#EB#Week3 Dipika Suthar -
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
છૂંદા વિશે તમને શું કહું? નાની હતી ત્યારે સ્કૂલમાં lunch box માં છૂંદો લઇ જતી હતી મારા મમ્મી તડકા છાયડા નો છુંદો બનાવતા .જ્યારે તડકામાંથી ઘરે લાવીએ ત્યારે તેને હલાવવાનું કામ મારું હતું .આમ હું અનાયાસે છૂંદો બનાવતા શીખી ગઈ. Aruna Bhanusali -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EBગુજરાતી માં કેરી ની સીઝન ચાલતી હોય ધરે ધરે અથાણાં બને અલગ અલગ પ્રકારના. છૂંદો પણ બને જે તડકામાં બનાવવામાં આવે છે. મારા સન નુ ફેવરિટ છે 😁😆... આ મારા સાસુ ની રેસીપી છે. મારા સાસુ બહુ જ સરસ અને પરફેક્ટ બનાવે છે.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3છૂંદો એ એક મીઠું (sweet) અથાણું છે મીઠો સ્વાદ હોવાથી બાળકો પણ ખાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો (Instant Raw Mango Chhunda Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj અથાણાં બનાવવા એક કળા જ છે અને બધા ગુજરાતીઓ એમાં ખૂબ જ નિપુણ હોય છે. વર્લ્ડ ના દરેક ખૂણા માં ગુજરાતી અથાણાં ની બોલબાલા છે. ઉનાળા માં અથાણાં ની સીઝનમાં ગુજરાતી ને ત્યાં અચૂક થી છુંદો બનતો જ હોય છે. ટ્રેડીશનલ રીતે 3-5 દિવસ તડકા માં મૂકીને છુંદો બનાવાતો હોય છે. પરંતુ ઘણા ને ત્યાં તાપ માં મુકવાની જગ્યા ના હોય કે ફ્લેટ માં રહેતા લોકો ને અગાશી માં મુકવા જવાનું શક્ય ન હોય તો તમે આ ઇન્સ્ટન્ટ રીતે બનાવાતો છુંદો ચોક્કસ થી બનાવી શકો. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય અને તમને છૂંદો બહુ જ ભાવતો હોય તો આ ઇન્સ્ટન્ટ છુંદો ચોક્કસ થી બનાવો અને સ્ટોર કરી ને આખું વર્ષ એની મજા માણો. સ્વાદ અને ટેસ્ટ માં એકદમ તાપ માં બનાવેલા છુંદા જેવો જ છે અને આ રીતે બનવામાં આવતો છુંદો ખૂબ જ ઝડપ થી બની જાય છે. Daxa Parmar -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek 3છૂંદો એ ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસિપી છે અને તે તડકા છાયા નો પણ બને છે અને તે આખો વર્ષ ખૂબ જ સારું રહે છે તે ખાસ કરીને થેપલા અને પૂરી જોડે ખૂબ ભાવે છે પરંતુ બાળકો તો રોટલી ભાખરી અને પરોઠા સાથે પણ ખાય છે અને મેં આજે તડકા છાયા નો છુંદો બનાવ્યો છે રેસિપી શેર કરું છુંBhoomi Harshal Joshi
-
તડકા છાયા નો કેરી નો છુંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek3Post2#તડકા છાંયડા નો કેરી નો છુંદોમારી મમ્મી દર વર્ષે તડકા છાંયડા નો છુંદો બનાવે. જયારે છુંદો હલાવવા અથવા ચાશણી થઇ છે કે નઈ તે ચેક કરવા માટે તપેલું ખોલે ને ત્યારે જે અધકચરો થયેલો છુંદો હોય મને તે ખાવાની ખુબ જ મજા આવતી... એટલે હું મમ્મી ને જોઈને આ પ્રોસેસ કઈ રીતે કરવી ટે શીખી ગઈ. છુંદા માટેની છીણેલી કેરી અને ખાંડ નું વજન કરવા નું કામ મારું જ હતું... પછી જયારે સ્કૂલ શરુ થાય એટલે એ છુંદો Bhumi Parikh -
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week3Chhundoછુંદો તડકા છાયા માં કરીએ તો અઠવાડિયામાં થાય..પણ આ વખતે વાતાવરણમાં પલટો આવ્યો છે એટલે.પુરો તડકો મળે કે નહી એ સમસ્યા.. એટલે ફટાફટ તૈયાર થઈ જાય એવો છુંદો ઉકાળી ને બનાવી લીધો..હાં ખૂબ જ સરસ લાગે છે.. સ્વાદ માં કોઈ જ ફરક ન પડે.. Sunita Vaghela -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં હાજર હોય એવું એક અથાણું એટલે છુંદો .છૂંદો દરેકના ઘરમાં હોય જ નાનાથી લઈને મોટા સુધી દરેકને ભાવ તો જ હોય છે તો અહીં મારા ઘરમાં બનતા છૂંદા ની રેસીપી કંઈક આ રીતે વ્યક્ત કરી છે#week3#EB Nidhi Jay Vinda -
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#Week 3 તડકા છાંયા નો સરસ,રસીલો ને સ્વાદિષ્ટ છુંદો: ૧ વર્ષ સુધી તેને બહાર જ રાખી શકાય છે. Krishna Dholakia -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3theme3#psછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે. રોટલી, ભાખરી, થેપલા, પરાઠા અને પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે.ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBતડકા છાયા નો છૂંદો દરેક ગુજરાતીના ઘર માં હોય જબાળકો ને ખાસ પસંદ એવો છૂંદો બનાવવાનો બહુ સરળ છે Jyotika Joshi -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#PS#cookoadindia#cookoad gujarati#zero oil recipe બીજા કોઈ પણ અથાણાં માં તેલ બહુ જ જરૂરી હોય છે તો જ તે અથાણું સારું રહે છે પણ છૂંદો એ zero oil માં બને છે અને આખું વર્ષ છુંદો સારો રહે છે.છુંદા માં ખટાશ ,ગળપણ,અને તીખાશ બધું જ હોવાથી આ ચટપટો સ્વાદ બધા ને ભાવે અને છુંદો ગુજરાતી ના ઘરે બનતો જ હોય.............. सोनल जयेश सुथार -
છૂંદો (Mango Sweet Pickle Recipe In Gujarati)
#EB#week3થીમ 3#PSછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે..ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB #Week3છૂંદો એ કેરી માં થી બનતી રેસીપી છે. એના ખાટાં મીઠાં સ્વાદ ને કારણે બધાને છૂંદો ભાવે છે. Jyoti Joshi -
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
ઉનાળા ની સિઝન માં બનતી ગુજરાતી વાનગી જેને થેપલા, પરોઠાં સાથે ખાઇ શકાય અને આખું વર્ષ રાખી શકાય. khushbu chavda -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં કેરી આવવાની શરૂઆત થાય એટલે તરત જ છૂંદો અને અથાણું યાદ આવે. ગુજરાતીઓ આખા વરસના જુદા જુદા પ્રકારના અથાણાં અને છૂંદા બનાવીને રાખતા હોય છે. મેં છૂંદો બનાવ્યો છે.#EB Vibha Mahendra Champaneri -
More Recipes
ટિપ્પણીઓ (2)