વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)

#viraj
#cookpad_india
#cookpad_Guj
આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે .
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj
#cookpad_india
#cookpad_Guj
આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા બધી સામગ્રી એકઠી કરી લો. રાઈસ ને મીઠું અને ખડા મસાલા નાખી બાફી લો. શાક ને પણ બાફી લો.અને ડુંગળીને તળી લો.
- 2
મિક્સર જારમાં 1/2 કપ દહીં અને 3 ચમચી તળેલી ડુંગળી ઉમેરી સ્મુથ પીસી લો.અને બાઉલમાં કાઢી લો.હવે બાકીનું દહીં, આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી, લાલ મરચુ પાઉડર, બિરયાની મસાલા, હળદર,મીઠું, નાખી બરાબર ફેટી લો.
- 3
હવે દહીં વાળુ મિશ્રણ શાક માં નાખી બરાબર મિક્સ કરી બાજુ પર મૂકો.
- 4
હવે એક હેવી બોટમ કઢાઈ લઈ તેમાં તેલ અને ઘી નાખી. જીરૂ અને ખડા મસાલા નાખી સાંતળો ત્યાર પછી લાંબી સમારેલી ડુંગળી નાખી સાંતળો થોડી વાર પછી સમારેલું કેપ્સીકમ નાખી મિક્સ કરો.
- 5
હવે તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી સાંતળો ત્યાર પછી મેરીનેસંન વાળુ શાક ઉમેરી મિક્સ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરી કુક કરો.
- 6
હવે એક કોલસાને ગરમ કરી તેને શાક ના ઉપર વાટકી કે ફૉઇલ પેપર મૂકો તેની ઉપર ગરમ કોલસો મૂકી તેની ઉપર 1/2 ચમચી ઘી નાખી 1 મિનિટ ઢાકણ બંધ કરી દો ત્યાર પછી કોલસાને કાઢી લો. હવે એમાંથી થોડું મિશ્રણ કાઢી લઈ બચેલા મિશ્રણ ઉપર બાફેલા રાઈસ નું લેયર કરો, તેની ઉપર તળેલી ડુંગળી (બીરસ્તો),ફુદીનો, તળેલા કાજુ અને થોડું ઘી ઉમેરી દો. ફરી શાક નું લેયર કરી તેની ઉપર બાફેલા રાઈસ નું લેયર કરો.
- 7
ઉપર કેસર વાળુ દૂધ, તળેલા કાજુ, બિરસ્ટો અને ઘી ઉમેરી 15 મિનિટ ઢાંકીને દમ આપી દો.
- 8
વેજ દમ બિરયાની તૈયાર છે ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (6)