બેસન ચટણી (Besan Chutney Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
બેસન ની ચટણી ગોટા, ફાફડા ,ભજીયા બધી વાનગીમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે મેં પહેલી વાર ઘરે બનાવી એકદમ બહાર જેવી બની છે.
બેસન ચટણી (Besan Chutney Recipe In Gujarati)
બેસન ની ચટણી ગોટા, ફાફડા ,ભજીયા બધી વાનગીમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે મેં પહેલી વાર ઘરે બનાવી એકદમ બહાર જેવી બની છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટની અંદર થોડું પાણી નાખી તેની એક પેસ્ટ બનાવી લેવાની
- 2
એક નોનસ્ટીક પેન લઇ તેમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,લીલા મરચા, હળદર,લીમડાના પાન નાખી પાણી વઘારી દેવા નું. અને તેમાં ખાંડ નાખી દેવાની.
- 3
પાણી ઉકળે એટલે તેમાં ચણાની પેસ્ટજે આપણે બનાવી છે તે નાખી દેવાની અને એકદમ ઝડપથી તેને હલાવવાનું હવે તેમાં મીઠું નાખી લીંબુનો રસ નાખી બરાબર ઊકળે એટલે ગેસ બંધ કરી દેવાનો. આ ચટણી ગરમ-અને ઠંડી બંને રીતે સર્વ કરવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15145274

ટિપ્પણીઓ (8)