પનીર વટાણા નું શાક (Paneer Vatana Shak Recipe In Gujarati)

#Fam
પનીર વટાણા નું મસાલેદાર શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર કુકર માં તેલ નાંખી, ગરમ કરવું. તેમાં વરિયાળી, જીરું, તેજપતું, લવિંગ, ઈલાયચી નાંખી વઘાર કરવો. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરવી. થોડીવાર હલાવી, થોડી નરમ થાય એટલે સમારેલાં ટામેટાં ઉમેરવાં. ટામેટાં નરમ થાય ત્યાં સુધી કૂક થા આ દેવું. ત્યાં સુધી મરચાં - લસણ અને અદરક ને મીક્ષી માં પીસી પેસ્ટ તૈયાર કરવી.
- 2
ડુંગળી - ટામેટાં નરમ થાય એટલે તૈયાર થયેલ પેસ્ટ ઉમેરી, થોડીવાર હલાવી, મસાલો કૂક થવા દેવો. લસણ સરસ પાકી જાય. હવે બધા સૂકા મસાલા ઉમેરવાં. બરાબર મસાલો પાકે, તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવી પકાવવું.
- 3
હવે બટર ઉમેરવું. ગરમ મસાલા માં પીગળીને સરસ મિક્સ થવા દેવું. હવે વટાણા ઉમેરી મસાલા માં સારી રીતે મિક્સ કરવાં. ઢાંકીને 5 મિનિટ જેવું થવા દેવું. ઢાંકણ ને સિટી કાઢી લેવી. ઢાંકણ પર રિંગ લગાડી રાખવી, પણ સીટી હટાવી લેવી. હવે તેમાં ટુકડાં માં કટ કરેલું પનીર ઉમેરી મસાલા - વટાણા સાથે સારી રીતે મિક્સ કરવું. સ્વાદપ્રમાણે મીઠું મિક્સ કરવું.
- 4
હવે 1/2 ગ્લાસ પાણી રેડી, હલાવી, ઢાંકણ લગાવી, હવે સીટી લગાવી, 2-3 સીટી વાગે એટલે ગેસ બંધ કરવો. કુકર ને ઠંડુ થવા દેવું.
- 5
એક બૉઉલ માં કાઢી, ઉપરથી જી ઈ સમારેલી કોથમીર ભભરાવવી. અને સર્વ કરવું.
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (3)