પાલક નાં પરાઠા સાથે સુકી ભાજી (Palak Paratha Suki Bhaji Recipe In Gujarati)

Bhavana Ramparia @cook_23279888
પાલક નાં પરાઠા સાથે સુકી ભાજી (Palak Paratha Suki Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને સાફ કરી લેવી અને મિક્ચર માં એની પેસ્ટ બનાવી લેવી.
- 2
એક વાસણ માં ઘઉં અને જુવાર નો લોટ લઈ એમાં મીઠું, આદુ મરચાં લસણ ની પેસ્ટ, સફેદ તલ, અજમો, અધકચરી વાટેલી વરિયાળી, પાલક ની પેસ્ટ, તેલ, નાખી લોટ બાંધવો. અને ૨૦ મિનિટ ઢાંકી દેવું. પછી એના લુવા પાડી જોઈતા આકાર માં વણી તવા ઉપર તેલ માં સેકી લેવા.
- 3
બટાકા ને બાફી એના નાના કટકા કરવા. એક લોયા માં તેલ ગરમ કરવા મૂકો. પછી એમાં રાઇ, જીરૂ, હિંગ, મીઠો લીમડો નાખી. એમાં હળદર નાખી બટાકા નાખી મરચું, મીઠું અને ધાણા જીરૂ નાખી બરાબર હલાવો અને ઉપર લીલા ધાણા નાખો.
- 4
- 5
હવે જમવામાં પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14816001

















ટિપ્પણીઓ (4)