બેકડ ચણા ચાટ પાઈ (Baked Chana Chaat Pie Recipe in Gujarati)

#AsahiKaseiIndia
#nooil
#baking
#chaat
#pie
#cookpadindia
#cookpadgujarati
પાઈ નું નામ આવે એટલે હંમેશા આપણને કંઈક ગળ્યું અથવા ડેઝર્ટ યાદ આવે પણ આજે હું પ્રોટીન થી ભરપુર , ઓઈલ ફ્રી અને એકદમ ટેસ્ટી પાઈ લાવી છું.અહીંયા મે ગાર્નિશ કરવા માટે સેવ કે બૂંદી કે કોઈ તળેલી વસ્તુનો ઉપયોગ નથી કર્યો કેમ કે ઓઈલ ફ્રી બનાવેલી છે.અને પૂરી પણ શેકી ને લીધી છે. એ ઉપરાંત મે ચણાનું સ્ટફિંગ લીધું છે તેની જગ્યાએ તમે મિક્સ કઠોળ અથવા સફેદ વટાણા પણ લઈ શકો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને ચણાને 8 કલાક પલાળી દો.ત્યારબાદ કુકરમાં ચણા, બટાકુ,સહેજ મીઠું અને હળદર નાખી 8 વિસલ વગાડી બાફી લો.બીજા એક બાઉલમાં બન્ને લોટ ભેગા કરો તેમાં તલ,ઘી અને મીઠું નાખી પાણીથી મિડ્યમ લોટ બાંધો.
- 2
હવે તેનો મોટો રોટલો વણી તેને એક એલ્યુમનિયમના પાઈનાં મોલ્ડ /ડીશ પર પાથરી દો અને ફોર્ક થી કાના પાડી લો.તેના પર દૂધ વડે થોડું ગ્રીસ કરી અને હવે ઓવનમાં તેને 180° સે.પર 15 મિનીટ બેક કરો.
- 3
બીજો એક લુવો લઈ તેનો મોટો રોટલો વણી વાટકીથી નાની પૂરી બનાવી લો.અને તેને પણ બેક કરી લો.ત્યારબાદ તેને થોડું ઠંડુ કરી ડીમોલ્ડ કરી લો.
- 4
હવે એક કડાઈમાં બારીક સમારેલી ડુંગળી,નાખી તેના પર મીઠું,હિંગ, જીરૂ, લાલમરચું પાઉડર, ગરમ મસાલો,આદુની પેસ્ટ,લીલા મરચાં,હળદર,ફુદીનાની ચટણી, સંચળ પાઉડર, ચાટમસાલો,નાખી 1 મિનીટ સાંતળી લો.ત્યારબાદ પાણી નાખી 2 મિનીટ કુક કરો.ત્યારબાદ બારીક સમારેલાં ટામેટાં નાખી ઢાંકણ ઢાંકી 5 મિનીટ કુક કરો.
- 5
હવે ટામેટાં ગળી જાય એટલે બાફેલા ચણા બટાકા નાખી સ્મેશરથી સ્મેશ કરી ઢાંકી ને 5 મીનીટ કુક કરો છેલ્લે કાશ્મીરી લાલમરચું પાઉડર લીંબુનો રસ કોથમીર થી ગાર્નિશ કરો.હવે બેક કરેલી પાઈ ક્રસ્ટ લઈ તેમાં ચણાનું સ્ટફિંગ ભરી એક સાઈડ ચીઝ ખમનો તેના પર ચીલી ફ્લેક્સ છાટો અને બીજી સાઈડ બારીક સમારેલી ડુંગળી નાખી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરો.
- 6
હવે બહાર કાઢી ડુંગળી વાડી સાઈડ પર લીલાં મરચાં, ખજૂર આંબલીની ચટણી,ફુદીનાની ચટણી, ગળ્યું દહીં નાખી ચાટમસાલો, લાલમરચું પાઉડર છાંટી સર્વ કરો.તો તૈયાર છે આપણી પ્રોટીન થી ભરપુર ઓઈલ ફ્રી ચણા ચાટ પાઈ.
Keywords
Similar Recipes
More Recipes
- ડાયટ કૂકીઝ (Diet Cookies Recipe In Gujarati)
- બેસન કોકોનટ કુકીઝ (Besan Coconut Cookies Recipe In Gujarati)
- ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
- મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
- પેપ્પર ગાર્લિક મેયોનીઝ (Papper Garlic Mayonnaise Recipe In Gujarati)

ટિપ્પણીઓ (14)