ભરેલા ફરાળી મરચા (Stuffed Farali Marcha Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
ભરેલા ફરાળી મરચા (Stuffed Farali Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મોટી સાઇઝ ના મરચા લઈ તેને ધોઈ વચ્ચે કાપો પાડી ને બી કાઢી લો. તલ શેકી લો.મગફળી શેકી ને એનો ભુક્કો કરી લો.આદુ મરચાની પેસ્ટ બનાવી લો.બાફેલા બટાકા ને સ્મેશ કરી લો.
- 2
હવે બટાકા નાં પૂરણ માં ઉપર જણાવેલ બધી વસ્તુ જોઈતા પ્રમાણ માં,સ્વાદ અનુસાર એડ કરો.આમચૂર,સિંધાલૂણ ઉમેરો.બટાકા નું પૂરણ ફકત બાયડિંગ પૂરતું જ લેવાનું છે.
- 3
હવે આ મસાલા ને કાપી ને રાખેલા મરચા માં ભરી દો.એક પેન માં તેલ મૂકી જીરું, લીમડા નો વધાર કરી મરચા ને વધારી દો.
- 4
ગેસ ધીમો રાખી મરચા ને ચડવા દો. મરચા નો કલર ફરી જાય એટલે ઉતારી લો.બાઉલ માં કાઢીલો.
- 5
આ ફરાળી મરચા ફરાળી થેપલા,સૂકી ભાજી,દૂધી નાં દૂધપાક સાથે ખુબ સરસ લાગે છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15303424





ટિપ્પણીઓ (9)