દાબડા ના ભજીયા

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#MRC
#Cookpad India
#Cookpadgujarati
અમારું મૂળ વતન ખંભાત અને ત્યાં આ દાબડા ના ભજીયા બહુજ વખણાય હું બનાવતી જ હોઉં છું તો વરસતા વરસાદ માં આ ભજીયા ખાવા ની મઝા જ કઈ ઔર હોય છે.........ટેસ્ટ માં ટેંગી અને સ્પાઇસિ તો આવી જાવ....

દાબડા ના ભજીયા

#MRC
#Cookpad India
#Cookpadgujarati
અમારું મૂળ વતન ખંભાત અને ત્યાં આ દાબડા ના ભજીયા બહુજ વખણાય હું બનાવતી જ હોઉં છું તો વરસતા વરસાદ માં આ ભજીયા ખાવા ની મઝા જ કઈ ઔર હોય છે.........ટેસ્ટ માં ટેંગી અને સ્પાઇસિ તો આવી જાવ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ નંગમોટા બટાકા
  2. સ્ટફિંગ માટે
  3. 2ટે. સ્પૂન લસણ ની લાલ ચટણી
  4. ૧/૨ટી. સ્પૂન લવિંગ નો પાવડર
  5. ટી. સ્પૂન દળેલી ખાંડ
  6. ખીરા માટે
  7. ૧ કપચણા નો લોટ
  8. ચપટીહીંગ
  9. ૧/૨ટી. સ્પૂન અજમો
  10. ૧/૨ટી. સ્પૂન હળદર
  11. ટી. સ્પૂન લાલ મરચું પાવડર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. પાણી જરૂર મુજબ
  14. ચપટીખાવા નો સોડા
  15. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને છોલી ને પાતળી સ્લાઈસ કરી લો.સ્ટફિંગ માટે લસણ ની લાલ ચટણી લઈ તેમાં લવિંગ નો પાવડર અને દળેલી ખાંડ ઉમેરી હલાવી બધું બરાબર મીક્સ કરી લો.

  2. 2

    બટાકા ની સ્લાઈસ લઈ તેની ઉપર ૧ ટી. સ્પૂન જેટલું સ્ટફિંગ લગાવી તેની ઉપર બટાકા ની બીજી સ્લાઈસ મૂકી દો.આ રીતે બધી જ સ્લાઈસ તૈયાર કરી લો.

  3. 3

    ખીરા માટે એક બાઉલ માં ચણા નો લોટ,હીંગ,અજમો,હળદર,લાલ મરચું પાવડર,સ્વાદાનુસાર મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી જાડું ખીરું તૈયાર કરવું.તેમાં ચપટી ખાવા નો સોડા પણ ઉમેરવો

  4. 4

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું ખીરા માં બટાકાની સ્લાઇસને બોળી ને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન રંગ ના તળી લો.

  5. 5

    તો તૈયાર છે ટેસ્ટી અને સ્પાઈસી દાબડા ના ભજીયા.તેને ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes