બટર ઢોસા કોકોનટ ચટણી (Butter Dosa Coconut Chutney Recipe In Gujarati)

#childhood
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે નાનપણમાં અમે આ વાનગી મમ્મીના હાથની બહુ ખાધી છે મારી ફેવરેટ રેસીપી છે😋❣️
બટર ઢોસા કોકોનટ ચટણી (Butter Dosa Coconut Chutney Recipe In Gujarati)
#childhood
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે નાનપણમાં અમે આ વાનગી મમ્મીના હાથની બહુ ખાધી છે મારી ફેવરેટ રેસીપી છે😋❣️
રાંધવાની સૂચનાઓ
- 1
🤍સૌપ્રથમ એક તપેલામાં ચોખા દાળ ત્રણ વાર ધોઈને મેથીના દાણા અને જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકીને આખી રાત પલાડી રાખો ત્યારબાદ તેને સવારના મિક્સર જારમાં સ્મુથ પીસી લો
- 2
ત્યારબાદ તેને ચારથી પાંચ કલાક માટે આથો આવવા દો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને ઢોસા નુ ખીરુ રેડી કરો
- 3
ત્યારબાદ ગેસ ઉપર ગરમ કરવા મૂકો પેન ગરમ થાય પછી તેના પર તેલ પાણીનું પોતું ફેરવી લો અને ચમચાની મદદથી પતલો ઢોસો પાથરી લો અને ઉપર બટર લગાડી બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો
- 4
💚કોકોનટ ચટણી બનાવવા માટે ચટણીના જારમાં નારિયેળ લીલા મરચાં લીમડાના પાન મીઠું સાકર અને જરૂર મુજબ પાણી ઉમેરી કોકોનટ ચટણી બારીક પીસી લો
- 5
તો હવે આપણા ગરમાગરમ બટર ઢોસા અને કોકોનટ ચટણી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને બટર ઢોસા ને કોકોનટ ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (4)