કાઠિયાવાડી કાજુ- ગાંઠીયા સબ્જી

#EB
#week9
#cookpadindia
#cookpadgujarati
કાજુ પહેલા ફક્ત બ્રાઝિલમાં છતા. પરંતુ હવે ભારતમાં પણ થાય છે. પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર કાજૂમાં વિટામિન E વધારે છે. કાજુ ને ગમે ત્યારે સીધા ખાઈ શકાય તેમજ મીઠાઇ કે સબ્જી માં પણ તેનો બહોળો ઉપયોગ થાય છે. આવા પોષ્ટિક કાજૂની એક કાઠીયાવાડી નવી રેસિપી જાણીએ...
કાઠિયાવાડી કાજુ- ગાંઠીયા સબ્જી
#EB
#week9
#cookpadindia
#cookpadgujarati
કાજુ પહેલા ફક્ત બ્રાઝિલમાં છતા. પરંતુ હવે ભારતમાં પણ થાય છે. પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર કાજૂમાં વિટામિન E વધારે છે. કાજુ ને ગમે ત્યારે સીધા ખાઈ શકાય તેમજ મીઠાઇ કે સબ્જી માં પણ તેનો બહોળો ઉપયોગ થાય છે. આવા પોષ્ટિક કાજૂની એક કાઠીયાવાડી નવી રેસિપી જાણીએ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ ગાંઠીયા ના શાક માટેની સામગ્રી તૈયાર કરવી.
🔸લસણમાં લાલ મરચું નાખી ખાંડણીમાં ખાંડી લો.
🔸 આદુ, મરચાં,ડુંગળી ને સુધારી તેમાં થોડાક કાજૂ નાંખી મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવી લો.
🔸 ટમેટાને સુધારી મિક્સરમાં ક્રશ કરી ટમેટા પ્યુરી બનાવી લો.
🔸કડાઈમાં તેલ ગરમ કરી કાજુ ને તળી લો અથવા પેનમાં થોડા તેલમાં કાજુ ને સેલો ફ્રાય કરી લો. - 2
ગેસ ઉપર નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, તજ,લવિંગનો વઘાર કરી ખાંડેલું લસણ નાખી સાંતળી લો.પછી તેમાં ડુંગળી કાજુ વાળી પેસ્ટ નાખી સાંતળો ત્યારબાદ હળદર,લાલ મરચું, ધાણાજીરું,ગરમ મસાલો આ બધું એડ કરી મિક્સ કરો.
- 3
પછી તેમાં ટામેટાની પ્યુરી અને મીઠું નાખી ઢાંકીને ચડવા દો. ગ્રેવી માથી તેલ છૂટે પછી તેમાં એક કપ છાસ નાંખી ચમચાથી હલાવી કુક થવા દો. ત્યારબાદ તેમાં ફ્રાય કરેલા કાજુ એડ કરી બે મિનિટ કુક થવા દો પછી ગેસ બંધ કરી દો.
- 4
હવે જમવા બેસતી વખતે શાક ને ફરી ગરમ કરી તેમાં ગાંઠિયા એડ કરી બે મિનીટ ચડવા દો. પછી ગેસ બંધ કરી કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે ગરમા ગરમ કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નું શાક.... પરાઠા કે રોટલી સાથે સર્વ કરવા માટે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3કાજુની મૂળ ઉત્પતિ બ્રાઝીલ દેશમાં થઇ. કાજુ મા વિટામિન A- B-K તેમજ વિટામિન E ની માત્રા વધારે છે સાથે સાથે ફાઇબર, આયર્ન, કેલ્શિયમ,મેગ્નિશિયમ પણ જોવા મળે છે. કાજુ મા પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી પાચન શક્તિ વધારે છે. આવા વિટામીન અને મિનરલ્સથી ભરપૂર કાજુ મસાલા નો સ્વાદ સૌને પસંદ આવશે જ... Ranjan Kacha -
પનીર અંગારા
#EB#Week14#cookpadindia#cookpadgujarati#paneerangaraદૂધમાંથી બનતું અને સૌને ભાવતું તેમજ સ્વાસ્થ્ય માટે ગુણકારી પનીર એ પ્રોટીનનો બેસ્ટ ઓપ્શન છે. પનીરમાં પ્રોટીન ઉપરાંત ઘણા એવા પોષક તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પનીરમાં કેલ્શિયમ, વિટામિન્સ અને ખનીજ ની ઉંચી માત્રા છે. પનીરમાં ઓમેગા 3 ફેટી એસિડ, ટ્રીપ્ટોફન એમિનો એસિડ છે.મિત્રો આજની વાનગી છે.... આવા ગુણકારી પનીરની પંજાબી સબ્જી પનીર અંગારા. તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Ranjan Kacha -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11સમગ્ર દુનિયામાં પ્રખ્યાત અને અતિ લોકપ્રિય ડિશ શાહી પનીર...મિત્રો યાદ છે શાહી પનીર નામ કેમ પડ્યું ?? જૂના જમાનામાં શાહી પનીર માત્ર રાજા રજવાડા જ બનાવતા. માટે આ વાનગીનું નામ શાહી પનીર પડી ગયું. આજના સમયમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં શાહી પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે સ્વાદ માણીએ પંજાબની પ્રસિદ્ધ ડિશ શાહી પનીર નો. Ranjan Kacha -
કારેલા વીથ કાજુ સબ્જી (Kaju Karela sabji Recipe in Gujarati)
#EB#Week6કારેલા એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધી તરીકે ઓળખાય છે. કારેલા ભલે કડવા હોય પણ કારેલામાં ભરપૂર માત્રામાં વિટામીન A , B, Cતેમજ કેરોટિન, બીટાકેરોટિન, મેગ્નેશિયમ જેવા ફ્લેવોનોઈડસ પણ છે. કારેલા ડાયાબિટીસ ના રોગ માં શુગરની માત્રા ઓછી કરે છે આવા ગુણકારી કારેલાનું શાક આજે મે બનાવ્યું જે ખરેખર ટેસ્ટી બન્યુ. Ranjan Kacha -
પનીર પસંદા
#TT2#cookpadindia#cookpadgujaratiદરરોજ મસ્ત વાનગીઓ ઘરમાં બનતી હોય છે. પરંતુ જો વાનગી માં ચોક્કસ સ્વાદ ના હોય તો ભોજન ની મઝા બગાડી જાય બરાબર ને મિત્રો. આજે આપણે જોઈશું પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વોથી ભરપૂર પનીરની સ્વાદિષ્ટ વાનગી પનીર પસંદા. તો આવો જોઇએ સહેલાઈથી બનતા રેસ્ટોરન્ટ જેવા પનીર પસંદા ઘરે કેવી રીતે બનાવી શકાય તે... Ranjan Kacha -
સેન્ડવીચ કાજુ કતરી( Sandwich kaju katli Recipe in Gujarati
#GA4#week5#કાજુ#સેન્ડવીચ કાજુ કતરી Thakkar Hetal -
કાજુ ગાંઠિયા નું શાક
ગાંઠિયા ને કાજુ નું શાક એ કાઠીયાવાડી ડીશ છે. ગાંઠિયા ટામેટાં નું શાક લગભગ બનતું હોય છે. આ એક અલગ રેસિપી છે. તમે રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. સ્પાઇસી અને ટેસ્ટી ડિશ છે. Disha Prashant Chavda -
વેજ કોલ્હાપુરી
#EB#week8રજાનો દિવસ એટલે ઘરના બધા ની કંઈ ને કંઈ નવું ખાવાની ફરમાઈશ હોય જ ...આજ ની ફરમાઈશ છે વેજ કોલ્હાપુરી... તે મહારાષ્ટ્રના કોલ્હાપુર સીટી ની પ્રખ્યાત વાનગી છે અને ખૂબ જ ટેસ્ટી વાનગી છે. પરાઠા કે નાન સાથે સરસ લાગે છે. અને સ્વાદમાં તો લાજવાબ!!! Ranjan Kacha -
વ્હાઈટ બીન્સ વીથ પુલાવ
#RC2#week2એન્ટી ઓક્સિડન્ટ થી ભરપૂર કઠોળમાં વિટામિન્સ, કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે આવા પોષ્ટિક કઠોળ ખાવાથી શરીરમાં રહેલો ઝેરી કચરો બહાર નીકળી જાય છે અને બ્લડ શુધ્ધ બને છે. માટે કોઇ ન કોઇ કઠોળ રુટીન ભોજન મા ખાવા જોઈએ. Ranjan Kacha -
જૈન કાજુ મસાલા (Jain Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલાકાજુ મસાલા એ રોયલ પંજાબી સબ્જી છે.. કોઈ પણ બીજી આબજી સાથે સર્વ કરવામાં આવે છે એની ગ્રેવી પણ ખુબ રિચ હોય છે એમાં બટર અને ક્રીમ નો પણ ઉપયોગ થાય છે.. અહીં મેં જૈન ગ્રેવી બનાવી છે.. Daxita Shah -
મસાલા કાજુ
#goldenapron2ફ્રેન્ડસ, ગોવા ફરવા માટે નું એક સુંદર સ્થળ છે. ત્યાંના બીચ પણ ખુબ સરસ છે અને દિવસે ને દિવસે પર્યટકો ની સંખ્યા માં પણ વઘારો થઈ રહ્યો છે. વૈવિઘ્યપૂર્ણ ગોવા માં ફરવા ની મજા સાથે સહેલાણીઓ ત્યાંની કેટલીક વસ્તુઓ ની ચોક્કસ ખરીદી કરતા હોય છે. જેમાંથી એક કાજુ , એમાં પણ ત્યાંના મસાલા કાજુ ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. જે હવે ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
અવાકાડો ઉપમા (Avacado Upma Recipe In Gujarati)
#EB#Week11ફેમિલી મેમ્બર્સ બધા foodies છે. કંઈ ને કંઈ નવું ખાવાનું શોખ બધા ને. દરરોજ નવુ શું બનાવવું??? આજે વિચાર આવ્યો કે...ઉચ્ચ કેલરીયુક્ત અવાકાડો ખૂબ જ ન્યુટ્રીશિયન ફળ છે. આવા હેલ્ધી અવાકાડોનું સલાડ બનાવીએ છીએ તેમજ ઉપમા પણ બને જ છે તો...આજે બંનેના કોમ્બિનેશનથી નવી ફ્યુજન ડીશ બનાવી. ખરેખર yummy બની!!!મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
કાજુ પનીર સબ્જી
#૨૦૧૯ માટે ગ્રેટ રેસીપીઆ સબ્જી મે મારી રીતે ટ્રાય કરી છે. સહેલાઈથી બની જાયછે અને સ્વાદ મા પણ સરસ છે. તો ચાલો શીખીએ... Bhuma Saparia -
-
કોર્ન કેપ્સીકમ પંજાબી સબ્જી
#એપ્રિલ કાંદા અને લસણ વગરની આ સબ્જી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનેછે. Geeta Rathod -
-
સરગવો-કાજુ કરી
#લંચ રેસિપીઆપણા ગુજરાતી ના બપોર ના ભોજન માં સામાન્યતઃ રોટલી, શાક, દાળ, ભાત, અથાણાં, સંભારા, કચુંબર અને મીઠાઈ હોય છે. મૌસમ પ્રમાણે શાક ભાજી ના વિકલ્પ બદલાતા રહે છે તો સાથે સાથે કાઈ નવું પણ જોઈએ તો આજે આપણે સરગવો,-કાજુ નું શાક બનાવીએ. Deepa Rupani -
દુધી ઢોકળાં
#EB#week9#Cookpadindia#Cookpadgujaratiગુજરાતી ઢોકળા એ ભારતભરમાં પ્રસિદ્ધ છે. ઢોકળા વરાળે બનતા હોવાથી તેલ ની ઓછી જરૂર પડે છે તો પણ સ્વાદિષ્ટ બને છે. બાળકોને દૂધી ના ભાવે પણ દૂધીના ઢોકળા હોંશે હોંશે ખાય છે. તો ચાલો જોઈએ દૂધીના ઢોકળાની રેસિપી. Ranjan Kacha -
-
કાઠીયાવાડી કાજુ-ગાઠિયા નુ શાક
#શાક- કાજુ-ગાઠિયા નુ શાકઆ કાઠિયાવાડી રેસીપી છે, બહુ ટેસ્ટી લાગે છે,રોટલો કે રોટલી સાથે ખાઈ શકાય છે. Tejal Hitesh Gandhi -
-
કાજુ મખાના મસાલા પંજાબી સબ્જી(Kaju makhana sabji recipe in Gujarati)
#GA4#Week13કાજુ અને મખાના બંનેઉ હેલ્થી. શિયાળા માં પંજાબી ખાવાની મજા આવે. Richa Shahpatel -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8બાળકોને નાસ્તામાં આપી શકાય તેમજ ગમે ત્યારે ખાઈ શકાય તેવી આલુ પૂરી...ચા-કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ Dinner માં પણ સેવ ટમેટાના શાક સાથે પણ ખાવાની મજા આવે છે.... Ranjan Kacha -
-
મસાલાવાળા કાજુ
નવરાત્રી ચાલી રહી છે અને દિવાળી નજીક આવી રહી છે. દિવાળીમાં આપણે કોઈના ઘરે જઈએ તો મીઠાઈ કે સૂકા મેવાની છાબડી લઈને જતા હોઈએ છીએ. દિવાળી દરમિયાન માર્કેટમાં મસાલાવાળા કાજુ-બદામ તેમજ અલગ-અલગ સૂકામેવાનાં ડેકોરેટ કરેલા પેકેટ મળે છે જે ખૂબ જ મોંઘા પડે છે, તો આજે આપણે શીખીશું મસાલાવાળા કાજુ બનાવવાની રીત જે દિવાળી દરમિયાન કે એમનેમ પણ ખાવાની ઈચ્છા થાય તો જલ્દીથી બનાવી શકાય છે. Nigam Thakkar Recipes -
કાજુ કરી સબ્જી(Kaju curry sabji recipe in Gujarati)
#MW2આ રેસિપી મે મારી ભાણેજ પાસે થી શીખી છે. આ સબ્જી મારા બાળકો ને ખૂબ જ પસંદ છે તેથી હું બનાવું છું... ખૂબ જ સરળ રીતે બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સારી લાગે છે... આશા છે તમે જોવા નું પસંદ કરશો. Urvee Sodha -
કાજુ પનીર મસાલા
#ઇબુકપંજાબી વાનગી ઓ કોને નથી ભાવતું હોતું.પંજાબી વાનગી આપના સૌ ની પ્રીય હોય જ છે. મૉટે ભાગે આપડે બધા pppppબહાર રેસ્ટોરન્ટ માં પંજાબી જમવા જતા જ હોઇએ છીએ. પણ જ્યારે ઘરે પંજાબી સબ્જી બનાવવાની વાત આવે એટલે મનમાં પહેલો પ્રશ્ન એજ આવે કે શું મારી સબ્જી બહાર જેવી બનશે ખરી? ના બહાર જેવો ટેસ્ટ તો ના જ આવે .અવી જ વાતો આપડે વિચારતા હોઇએ છીએ. પણ આજે જે રીતે હું પંજાબી સબ્જી બનાવા જય રહી છું એ દેખાવે અને સ્વાદ બેવ મજ રેસ્ટોરન્ટ જેવીજ લાગશે. Sneha Shah -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#PS કાજુ મસાલા એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ મુખ્ય છે. અને તેમાં પનીર નાખવું હોઈ તો પણ નાખી શકાય છે. . આ વ્હાઈટ ગ્રેવી માં અને રેડ ગ્રેવી માં બનાવી શકાય છે. તો મેં રેડ ગ્રેવી માં કાજુ મસાલા બનાવ્યા છે. Krishna Kholiya -
પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati)
#સુપરશેફ ૧# પોસ્ટ ૧# માઇઇબુક# પોસ્ટ ૨૮ફૂલ ઓફ વિટામિન્સ સબ્જી, very testy,yammy 😋👌 Dhara Soni
More Recipes
ટિપ્પણીઓ (4)