સક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#LO
સકરપારા બાળકો થી લઈ મોટાઓને સૌને ભાવે છે. બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે. શકરપારા ઇઝીલી બની જતી રેસિપી છે. સકરપારા ગોળ અથવા ખાંડમાંથી બનતી વાનગી છે . આપણે ગુલાબજાંબુની ચાસણી ઉપયોગમાં લેતા હોતા નથી.પણ આજે મે લેફ્ટ ઓવર રેસિપીમાં ગુલાબજાંબુમાંથી વધેલી ચાસણીમાંથી સકરપારા બનાવ્યા છે.જે એક્દમ માર્કેટ જેવા જ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા છે.બન્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. 2વાટકા ઘઉંનો લોટ
  2. 1વાટકો ગુલાબજાંબુ માંથી વધેલી ચાસણી
  3. 250ગ્રામ તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પહેલા લોટને ચાળી 1 કપ તેલનું મોણ આપી થોડી થોડી ચાસણી ઉમેરીને કઠણ લોટ બાંધો.અને એકસરખા માપ ના લુવા બનાવી લો.

  2. 2

    હવે લુવામાંથી એક મોટી ભાખરી વણી ચપ્પુ વડે મનપસન્દ રીતે કાપા પાડી શકરપારા તૈયાર કરી પેપર પર 30 મિનિટ સુકવી દો.

  3. 3

    હવે ગેસ પર કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે મીડીયમ આંચ પર થોડા થોડા શકરપારા તળી લો.અને પેપર પર કોરા થવા મુકો.

  4. 4

    તૈયાર છે આપણા ગળ્યા શકરપારા.. ડબ્બા માં ભરી રાખી ખાવાની મજા માણો..

  5. 5

    નોંધ :- ગુલાબજાંબુમાં ખાંડની બદલે સાકર ની ચાસણી બનાવી હતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

ટિપ્પણીઓ (5)

Similar Recipes