સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

આપણે વિવિધ પ્રકારની બાસુંદી બનાવતા હોઈએ છીએ. મેં આજે સીતાફળ નો ઉપયોગ કરી સીતાફળ બાસુંદી બનાવી છે.
લગભગ સીતાફળ બાસુંદી આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોઈએ છીએ અથવા બહારથી તૈયાર લાવતા હોઈએ છીએ, પરંતુ તમે આ રીતે બનાવશો તો ખૂબ જ સરળતાથી અને ટેસ્ટ માં બહાર જેવી જ બાસુદી બને છે. અહીં મેં મિલ્ક પાઉડર કે કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી તો પણ ટેસ્ટી અને ઘટ્ટ બની છે .તો મારી રેસીપી તમે જરૂર છે ટ્રાય કરજો.

#mr
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લીટર ફુલ ફેટવાળું દૂધ
  2. ૨ કપસીતાફળ નો પલ્પ
  3. ૧૫૦ ગ્રામ ખાંડ
  4. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  5. ૧ ચમચીબદામની કતરણ
  6. ૧ ચમચીપીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી લગાવી તેમાં દૂધ ઉમેરો(ઘી લગાવવાથી દૂધ વાસણોને ચોંટશે નહીં). હવે તેને ગરમ કરવા મૂકો એક ઊભરો આવે પછી ગેસની ફે્લેમ સ્લો કરી તેને ઉકળવા દો. દૂધ લગભગ ૧/૪ ભાગ જેટલું બળી જાય ત્યાં સુધી ઉકાળો.

  2. 2

    ત્યારબાદ તેમાં ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરીને લગભગ 20 મિનિટ સુધી ઉકાળો. દૂધ થોડું ઘટ્ટ થાય અને તેનો કલર ચેન્જ થાય એટલે તેને ઠંડું પડવા દો.

  3. 3

    દૂધ ઠંડું પડી જાય એટલે તેમાં બદામ પિસ્તાની કતરણ અને સીતાફળ નો પલ્પ ઉમેરી મિક્સ કરી ફ્રીઝમાં ઠંડું થવા માટે મૂકો. લગભગ બે કલાક પછી ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને સર્વ કરો. (સીતાફળ બાસુંદી જેમ ઠંડી થશે તેમ ઘટ થઇ જશે)

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes