ઈન્સ્ટન્ટ દુધપાક (Instant Doodhpaak Recipe In Gujarati)

Isha panera
Isha panera @IshakaZaika

#mr
#Cookpadgujarati
#Cookpadindia
ગુજરાતી ઘરોમાં શ્રાધ્ધનું ખુબજ મહત્વ હોય છે અને શ્રાધ્ધ માં સ્વીટ માં વધુ પડતો દુધપાક બનતો હોય છે તો આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ દુધપાક ની રેસિપી શેર કરવા માગું છું.જેની ખાસિયત એ છે કે દૂધ ને વધુ ઉકળ્યા વગર અને ઓછા સમયમાં પણ એકદમ ધાટ્ટો અને ક્રીમી દુધપાક બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
5 વ્યક્તિ
  1. 1 લીટર ઘાટ્ટુ દૂધ
  2. 2 ટેબલ સ્પૂન બાસમતી ચોખા
  3. 4 tbspખાંડ
  4. 1 ટેબલ સ્પૂન મિલ્ક પાઉડર
  5. 1 tbspઘી
  6. 2 tbspકાજુ,બદામ પિસ્તાની કતરણ
  7. 1 tbspચારોળી
  8. 3-4ડ્રોપ્સ વેનિલા એસેન્સ
  9. ચપટીજાયફળ પાઉડર
  10. કેસર અને રોઝ પેટલ્સ,ઘીમાં સાતળેલાં કાજુ,બદામ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ 10 મિનીટ બાસમતી ચોખાને ગરમ પાણીમાં પલાળી દો ત્યારબાદ ડ્રાયફ્રુટનાં ટુકડા કરી ઘીમાં સાંતળી લો.ત્યારબાદ બાસમતી ચોખા ને પાણી કાઢી હાથ થી થોડા મસળી લો.

  2. 2

    હવે જે પેનમાં ડ્રાયફ્રુટ સાતડયા હોય એજ ઘીમાં ચોખા ને 1 મિનિટ શેકી લો.ત્યારબાદ તેમાં દૂધ નાખો.1 ઉભરો આવે એટલે તેમાં ખાંડ નાખો.

  3. 3

    ખાંડ ઓગળે એટલે તેમાંથી થોડું દૂધ એક બાઉલમાં લાઇ તેમાં મિલ્ક પાઉડર નાખી સ્લરી બનાવી તેને ઉકળતાં દૂધમાં એડ કરો.કેસર પણ એડ કરો.2 મિનિટ સતત હલાવો.અને પછી 10 મિનિટ ઉકળવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહો.

  4. 4

    10 મિનિટ પછી ડ્રાયફ્રુટ ની કતરણ અને ચારોળી એડ કરો. જયફળપાઉદર એડ કરી મિક્સ કરો.2 મિનિટ ઉકાળી ગેસ બંધ કરી વેનિલા એસેન્સ નાખો અને ઠન્ડો થવા દો. છેલ્લે સાતળેલાં ડ્રાયફ્રુટ, રોઝ પેટલ્સ અને ઘી થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Isha panera
Isha panera @IshakaZaika
પર

Similar Recipes