આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#LO
આજે અમારે બપોરે શ્રાધ્ધ હતું તો મે વટાણા બટાકા નું શાક બનાવ્યું હતું ને એ થોડું વધારે બની ગયું તો મે એમાં થી આલુ ચાટ બનાવી ખૂબ જ સારી બની તમે પણ ટ્રાય કરજો.

આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)

#LO
આજે અમારે બપોરે શ્રાધ્ધ હતું તો મે વટાણા બટાકા નું શાક બનાવ્યું હતું ને એ થોડું વધારે બની ગયું તો મે એમાં થી આલુ ચાટ બનાવી ખૂબ જ સારી બની તમે પણ ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. વટાણા બટાકા નું શાક
  2. 2તીખા મરચાં ઝીણાં સમારેલાં
  3. 2ડુંગળી ઝીણી સમારેલી
  4. 2ટામેટા ઝીણા સમારેલા
  5. 1/2લીંબુ નો રસ
  6. 2ચમચા તેલ
  7. ચપટીહિંગ
  8. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  9. 1/4 ચમચીહળદર
  10. 1 ચમચીધાણજીરૂ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. લીલી ચટણી
  13. ટોમેટો સોસ
  14. સેવ
  15. પાપડી પૂરી
  16. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પેન મા તેલ મૂકી તેમાં હિંગ લીલું મરચું ડુંગળી ટમેટું હળદર અને મીઠું નાખી 4 થી 5 મિનિટ ઢાંકી ચડવા દો

  2. 2

    હવે તેમાં વટાણા બટાકા નું શાક પાણી લાલ મરચુ અને ધાણાજીરું એડ કરો

  3. 3

    હવે મેશર વડે થોડું મેશ કરી લીંબુ નો રસ નાખી એકરસ થાય ત્યાં સુધી પકાવો

  4. 4

    ત્યારબાદ એક પ્લેટ માં રગડો લઈ તેમાં ડુંગળી ટમેટું ચાટ મસાલો લીલી ચટણી

  5. 5

    ટોમેટો સોસ મસાલા સેવ અને પાપડી પૂરી નો ભૂકો ઉપર થી નાખી ગાર્નિશ કરો અને ગરમા ગરમ આલુ ચાટ સર્વ કરો

  6. 6

    તયાર છે આલુ ચાટ તમે પણ બનાવો આવી ટેસ્ટી ચાટ.તમે ઇચ્છો તો તમે આ ચાટ ને બ્રેડ સાથે પણ ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes