આલુ પાપડી ચાટ (Aloo Papadi Chaat Recipe In Gujarati)

 Alpana m shah
Alpana m shah @cook_26389190

આલુ પાપડી ચાટ (Aloo Papadi Chaat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દોઢ કલાક
૪ વ્યક્તિ માટે
  1. ૪-૫ નંગબાફેલા બટાકા
  2. ૧ નાની વાટકીસમારેલા જીણા કાંદા
  3. ૧ નાની વાટકીટામેટુ સમારેલુ
  4. 200 ગ્રામદહીં
  5. 200 ગ્રામઝીણી સેવ
  6. જરૂર મુજબ પૂરી (સેવ પૂરી મા વપરાય તે પૂરી)
  7. જરૂર મુજબ ખજૂરની ચટણી
  8. જરૂર મુજબ કોથમીર ની ચટણી
  9. 1 કપ દાડમ
  10. 1 કપ બાફેલા ચણા
  11. 1 કપ બાફેલા મકાઈના દાણા
  12. સ્વાદાનુસાર ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

દોઢ કલાક
  1. 1

    ખજૂર માંથી બી કાઢી લેશું અને થોડો ગોળ નાંખી શું. અને થોડી આંબલી નાખીશું અને કુકરમાં બાફવા મુકીશું. સાથે બટેટાને બાફવા મૂકી દઈશું હવે કૂકર ઠંડું થાય એટલે તેમાંથી ખજૂર બહાર કાઢી લેજો. અને અવે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું, પછી એક બાઉલમાં કાઢી લેશું, અને એમાં ચપટી મીઠું, ચપટી મરચું, એક ચમચી ધાણાજીરું અને 1/2 લીંબુ નાખો ખજૂરની ચટણી રેડી છે.

  2. 2

    હવે આપણે કોથમીરની ચટણી બનાવી શું. એક જુડી કોથમીરને ધોઈ લો, તેમાં લીલા મરચાં નાખો, મીઠું નાખો, લીંબુ નાખો, 1/2ચમચી સાકર નાખો, નાની વાટકી શીંગ નાખો અને ચટણી નો કલર ગ્રીન રહે એના માટે બે ટુકડા બરફના નાખો. મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. ગ્રીન ચટણી તૈયાર છે

  3. 3

    હવે બાફેલા બટેટાની છાલ કાઢી લો,, તેને મેશ કરી લો. તેની અંદર મીઠું ચાટ મસાલો નાખી મિક્સ કરી લો. કાંદા જીણા સમારી લો. ટામેટાં ઝીણા સમારી લો. એક વાટકીમાં કોથમીર ઝીણી સમારીને મૂકો. હવે બધી તૈયારી થઈ ગઈ છે આપણે હવે પાપડી ચાટ બનાસુ.

  4. 4

    ખજુર ની ચટણી માં પૂરીને બોડીને બહાર કાઢી શું, એક ડીશમાં મૂકો તેના પર આલુ પૂરણ મૂકો. એક ડીશમાં છ પૂરી મૂકવી. હવે બટેકુ મૂક્યા બાદ તેના પર મકાઈના દાણા મૂકો, ચણા મૂકો, ટામેટા મૂકો અને હવે તેને પર ગ્રીન ચટણી મૂકો. દહીં મૂકો, પછી તેના પર મીઠી ચટણી મૂકો, ત્યારબાદ તેના પર કાંદા ભભરાવો અને સેવ ભભરાવો, દાડમ ના ટુકડા મૂકો, છેલ્લે કોથમીર મૂકો. અને હવે આપડો આલુ પાપડી ચાટ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Alpana m shah
Alpana m shah @cook_26389190
પર

ટિપ્પણીઓ

Similar Recipes