કચ્છી પકવાન

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#KRC
કચ્છ આવતા દરેક લોકો કચ્છ ની પ્રખ્યાત વાનગીઓ જેવી કે પકવાન, સાટા, ગુલાબપાક જેવી વસ્તુઓ લઇ જતા હોય છે એમના પરિવારજનો કે મિત્રો માટે... આજે એમાંથી એક વાનગી પકવાન બનાવીશું. મૂળ તો આ મેંદા માંથી બને છે પણ આજે મે ઘઉં અને મેંદો બન્ને લઈને બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1 કપઘઉં નો લોટ
  3. મુઠ્ઠી પડતું મોણ ઘી નું
  4. સ્વાદમુજબ મીઠું
  5. 1 નાની વાટકીમેંદો અને ઘી નું મિશ્રણ (sato)
  6. મરી નો ભૂકો
  7. તળવા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો અને ઘઉં બન્ને લોટ માં મુઠ્ઠી પડતું આશરે પા કપ મોણ નાખી ઘી નું હાથ વડે હળવે થી મિક્સ કરો. પછી મીડમ સોફ્ટ લોટ બાંધી રેસ્ટ આપો. બીજી તરફ ઘી અને લોટ ને મિક્સ કરી સાટો બનાવી લેવો.લોટ માંથી 3 મોતી રોટલી જેવું વણી લેવું. એક રોટલી પર સાટો લગાવી તેના પર બીજી ફરી સાટો અને ફરી ત્રીજી રોટલી તેના પર મૂકી દેવી.

  2. 2

    હવે લાંબા કાપા પાડી રોલ વાળી લોયા કરી થોડું જ વણી લો. ગરમ તેલ માં ધીમા તાપે તળવું. તળતી વખતે ચીપિયા કે સ્ક્રુ ડ્રાઈવર જેવું સાધન લઇ વચ્ચે થી ગોળ ગોળ ફેરવી પકવાન ના બધા લેયર છૂટા પાડતા આવવું.

  3. 3

    તળી લીધા બાદ તેના પર મરી નો ભૂકો છાંટવો. ચા જોડે આ પકવાન ખયબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes