કચ્છી પકવાન (Kutchi pakwan recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

# ફૂકબુક
તહેવારોની સીઝનમા દિવાળીનો તહેવાર ખૂબ નજીક આવી રહ્યો હોય ત્યારે બધા લોકો દિવાળીના ટ્રેડિશનલ નાસ્તા અને મીઠાઇઓ બનાવવા માટે બધા ખૂબ જ આતુર હોય છે. તેવી જ એક સિમ્પલ અને ટ્રેડિશનલ નાસ્તાની રેસીપી છે જેનું નામ છે કચ્છી પકવાન.
કચ્છી પકવાન એ એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. તેને એક સૂકા નાસ્તા તરીકે સર્વ કરી શકાય. કચ્છી પકવાન ચા અથવા રાયતા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો કચ્છની આ ખૂબ જ પ્રચલિત વાનગી બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ લોકો માટે
  1. પકવાન બનાવવાના લોટ માટે:
  2. ૨ કપમેંદાનો લોટ
  3. ૨ ચમચીઘી
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૨ ચમચીમરી પાઉડર
  6. સ્લરી બનાવવા માટે:
  7. ૧/૨ કપચોખાનો લોટ
  8. ૪ ચમચીઘી
  9. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક વાસણમાં મેંદાનો લોટ લઇ તેમાં મીઠું, મરી પાઉડર, ધી ઉમેરી મીડીયમ નરમ લોટ બાંધવો. જેને ૨૦ મિનિટ માટે ઢાંકીને રાખી દેવો.

  2. 2

    એક વાટકીમાં ચોખાનો લોટ લઇ તેમાં ઘી નાખી મીડીયમ પાતળી સ્લરી બનાવી લેવી.

  3. 3

    તૈયાર કરેલા લોટના લુવા બનાવી તેમાંથી પાતળી રોટલીઓ વણી તૈયાર કરી લેવી. એક રોટલી લઇ તેના પર સ્લરી લગાડી તેના પર બીજી રોટલી એ રીતે સાત રોટલીના પળ તૈયાર કરી લેવા.

  4. 4

    હવે તેનો રોલ બનાવી આ રોલને ૧ ઇચ ના અંતરવાળા ભાગમાં કાપી લો. આ ભાગને હથેળીથી થોડું દબાવી દો.

  5. 5

    હવે તેને વેલણથી પાતળું વણી લઈ પિઝા કટરથી લાંબી, પાતળી પટ્ટીઓ ક્ટ કરી તેના છેડાઓને જોઈન્ટ કરી ગોળ રોલ વાળી લેવાનો છે.

  6. 6

    આ રીતે બધા જ પકવાન તૈયાર કરી લેવાના છે અને પછી મીડીયમ ટુ લો ફ્લેમ પર તેને તળી લેવાના છે.

  7. 7

    તો અહીંયા કચ્છી પકવાન એકદમ તૈયાર છે જેને આપણે ચા અથવા રાયતા સાથે સર્વ કરી શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes