કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#CT
કચ્છ નું મિષ્ટાન સાટા આપણે શીખ્યું.. પછી હવે આપણે કચ્છ ના પ્રસિદ્ધ એવા પકવાન બનાવશુ.. મેં પણ પહેલીવાર જ બનાવ્યા છે..સરસ બન્યા.. અહીં પકવાન ની સીઝે પણ અલગ અલગ જોવા મળે છે જેમકે રેગ્યુલર, મીની કે એક એકદમ મોટી પ્લેટ જેટલું એક પકવાન મળે છે. મરી વાળા અને વગરના એમ બન્ને પ્રકાર ના મળતા હોય છે.. અને ચા જોડે તો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.. તો તમે પણ બનાવી જોજો સખીઓ...(બજાર ના એકલા મેંદા લોટ માંથી બનાવેલ હોય છે પણ મેં ઘર માં આજે ઘઉં નો લોટ સરખાભાગે લીધેલ છે.. છતાં પણ ટેસ્ટ માં બઉ ફર્ક નથી પડતો..)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
1 કુટુંબ
  1. 1 કપમેંદા નો લોટ
  2. 1 કપઘઉં નો લોટ
  3. 4 tbspઘી અથવા તેલ નું મુઠ્ઠી પડતું મોણ
  4. મીઠું સ્વાદનુસાર
  5. 2 tbspઘી અને મેંદા નું મિક્સ કરેલું મિશ્રણ (સાટો)
  6. મરી નો ભૂકો જરૂર મુજબ
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે બન્ને લોટ લઇ તેમાં તેલ અથવા ઘી નું મોણ મેં અહીં ઘી નું મોણ લીધું છે, એ નાખી સરસ હાથ વડે મિક્સ કરી પાણી થી બઉ નરમ નઈ અને બઉ કઠણ નઈ એવો મેડીઉં લોટ બાંધી 20 મિનિટ રેસ્ટ આપશું. બીજી બાજુ એક વાટકી માં ઘી અને મેંદા ને મિક્સ કરી એનો સાટો તૈયાર કરશું.

  2. 2

    20 મિનિટ પછી લોટ માંથી 3 એકસરખા લુવા પડી તેની મોટી સાઈઝ ની 3 રોટલી વણી લેશું. હવે એક રોટલી લઇ તેના પર ઘી મેંદા નો સાટો બ્રશ ક હાથ વડે ચારેકોર એકસરખું લગાવસુ. પછી તેના પર બીજી રોટલી મુકવાની, ફરી એના પર સાટો લગાવી ત્રીજી રોટલી મુકવાની ફરી સાટો લગાવી લાંબી પટ્ટી cut કરશુ.અને તેનો રોલ વાળશું.

  3. 3

    હવે એ રોલ ને વિટાળી તેનો છેડો નીચે ની બાજુ એ દબાવી દેશું અને હાથ વડે બધા રોલ લુવા જેમ દબાવી દેશું..બીજી બાજુ મીડિયમ ગરમ તેલ માં પકવાન નો લુવો નાખી એક સ્ક્રુડ્રાઈવર જેવા કોઈ પણ સાધન વડે વચ્ચે ભરાવી આમ ગોળ ગોળ ફેરવવાનું જેથી તેના બધા પડ છુટા પડે..

  4. 4

    બસ બ્રાઉન તળાય એટલે કાઢી તેના પર મરી નો ભૂકો છાંટી દેવાનો. તો તૈયાર છે કચ્છી પકવાન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

Similar Recipes