કચ્છી બાઉલ

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#KRC
આ કચ્છ,ગુજરાત નું બહુજ ફેમસ સ્ટ્રીટ ફુડ છે. કચ્છ ની ગલી-ગલી માં કચ્છી બાઊલ લારીઓ માં મળતું હોય છે. કચ્છી બાઉલ ને કચ્છી કડક તરીકે પણ ઓળખાય છે.અમારે ઘરે રવિવારે સાંજે ખાસ બનતું હોય છે.

કચ્છી બાઉલ

#KRC
આ કચ્છ,ગુજરાત નું બહુજ ફેમસ સ્ટ્રીટ ફુડ છે. કચ્છ ની ગલી-ગલી માં કચ્છી બાઊલ લારીઓ માં મળતું હોય છે. કચ્છી બાઉલ ને કચ્છી કડક તરીકે પણ ઓળખાય છે.અમારે ઘરે રવિવારે સાંજે ખાસ બનતું હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનિટ
1  પ્લેટ બનશે
  1. બટકા ના મિક્ષણ માટે : 2 બાફેલા અને મેશ કરેલા બટાકા
  2. 2 ટી સ્પૂનતેલ
  3. 1કાચા ટામેટાં ની પ્યોરે
  4. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  5. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  6. 2 ટી સ્પૂનદાબેલી મસાલો
  7. 1 ટી સ્પૂનલહસુન કી ચટણી
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. બાઊલ એન્સેમ્બલ કરવા માટે : 5 નાના ટોસ્ટ ના ટુકડા
  10. 2 ટી સ્પૂનભેળ ની મીઠી ચટણી
  11. 1/4 ટી સ્પૂનલહસુન કી ચટણી
  12. 2 ટી સ્પૂનસમારેલા કાંદા
  13. 1 ટી સ્પૂનમસાલા શીંગ
  14. 2 ટી સ્પૂનજીણી સેવ
  15. કોથમીર સજાવટ માટે
  16. દાડમ ના દાણા ગાર્નિશ કરવા માટે (ઓપ્શનલ, મેં નથી નાખ્યા)

રાંધવાની સૂચનાઓ

15 મીનિટ
  1. 1

    ટામેટા ની મિક્સરમાં પ્યોરે બનાવવી. લહસુન કી ચટણી રેસીપી પ્રમાણે બનાવવી.મીઠી ચટણી રેસીપી પ્રમાણે બનાવવી.

  2. 2

    એક બાઉલ માં તેલ ગરમ કરી અંદર ટાંમેટા ની પ્યોરે કુક કરવી. લાલ મરચું નાંખી મીકસ કરવું.દાબેલી મસાલો અને ગરમ મસાલો નાંખી મીકસ કરવું. લહસુન કી ચટણી નાંખવી અને મીઠું નાંખી મિક્સ કરવું.

  3. 3

    બટાકા નો માવો નાંખી મીકસ કરવું.1/4 કપ પાણી નાંખી ઉકાળવું એટલે બધો મસાલો સરસ મિક્સ થઈ જાય.કોથમીર નાંખવી.

  4. 4

    બાઉલ એસેંબલ કરવા માટે : એક ડીપ ડીશ લઈ, એમાં ટોસ્ટ ના ટુકડા મુકી,ઉપર બટાકા નું મિક્ષણ મુકી, ઉપર ગળી અને લહસુન કી ચટણી, કાંદા, મસાલા શીંગ, સેવ અને કોથમીર થી સુશોભિત કરી તરતજ સર્વ કરવું.

  5. 5

    તો ચાલો તેયાર છે સહુ નું ફેવરેટ કચ્છી બાઉલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes