ખારી બુંદી (Khari Boondi Recipe In Gujarati)

Sandhya Mevada
Sandhya Mevada @Sandhya_m
શેર કરો

ઘટકો

  1. 1 કપચણાનો લોટ
  2. 1+1/2 કપ પાણી
  3. મીઠું સ્વાદમુજબ
  4. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથ ચણાનો લોટ ચાળીને એક તપેલીમાં લ્યો તેમાં થોડું થોડું પાણી ઉમેરી મિક્સ કરતા જાવ એકસાથે બધું પાણી ના ઉમેરવું ભજીયા થી પણ ઢીલું ખીરું રાખવાનું છે
    સ્વાદ મુજબ મીઠું ઉમેરવું હલાવી મિક્સ કરી લ્યો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ મુકો તેલ ગરમ થઇ એટલે એક જારી જીણા કાણાંવળી અથવા ખમણી લ્યો તેને તેલ પર થોડું ઊંચે પકડી રાખો જારી પર ચમચા વડે ખીરું રેડો
    એની મેળે જ ખીરા ના ગોળ ટીપા તેલમાં ઉપર આવવા માંડશે બધા જ બૂંદીના દાણાં તેલ ઉપર આવી જાય એટલે જારા વડે હલાવવી સરખી કડક થઇ જાય એટલે જરા વડે કાઢી લેવી આ રીતે બધી બુંદી બનાવી લેવી.

  3. 3

    તો તૈયાર છે ખારી બુંદી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sandhya Mevada
Sandhya Mevada @Sandhya_m
પર

Similar Recipes