તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)

#RJS
રાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ ચાળી લો પછી તેમાં તેલનું મોળ લીંબુનો રસ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી પૂરી જેવો લોટ બાંધી લો અને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દો
- 2
ત્યારબાદ કુકરમાં બટાકા માં જરૂર મુજબ પાણી નાખી અને એક વાટકામાં વટાણા મૂકી ચાર થી પાંચ સીટી વગાડી લો પછી થોડું ઠંડુ થાય પછી બટેટાની છાલ કાઢી તેનો છુંદો કરી લો
- 3
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ આદુ-મરચાની પેસ્ટ નાખી એક મિનિટ માટે સાતડો પછી તેમાં બાફેલા બટાકા નો છુંદો વટાણા અને બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લો
- 4
ત્યારબાદ લોટના પૂરી સાઈઝના લુવા પડે પૂરી વણી એક ચમચી જેટલું સ્ટફિંગ ભરી ઘુઘરાને વાળી લો અને કડાઈમાં ગરમ તેલ કરી ને બંને બાજુથી બદામી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 5
તો હવે આપણા ટેસ્ટી જામનગરના તીખા ઘુઘરા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (8)