ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Nilam Soni
Nilam Soni @Nilamsoni
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ નું ગીટ્સ નું પેકેટ
  2. ૧/૨ કપદૂધ
  3. ઘી તળવા માટે
  4. ૧.૫ કપ ખાંડ
  5. ૧ કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગીટ્સ ગુલાબજાંબુ નું પેકેટ ખોલી તેનું મિશ્રણ તાસમાં લઈ લો. હવે નવશેકું દૂધ થોડું થોડું નાંખી મિડિયમ સોફ્ટ લોટ બાંધો. તેને બરાબર મસળી નાના લુવા વાળો.

  2. 2

    હવે તેને મસળતા જઈ ગોળીઓ વાળી મૂકતા જાવ. ૧ ગેસ પર ઘી ગરમ મૂકો અને બીજા ગેસ પર જાડા તળિયાં વાળા વાસણમાં ખાંડ અને પાણી નાંખી ચાસણી થવા મૂકો. ઘી ગરમ થાય એટલે ૭-૮ ગોળીઓ નાંખી ધીમા તાપે ફેરવતાં જઈ તળી લો.

  3. 3

    ગેસ નો તાપ ધીમો રાખી બધી ગોળીઓ તળવી. બધી બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લો.

  4. 4

    ગરમ ચાસણી માં ગુલાબજાંબુ નાંખી ઢાંકી ને રાખી દો ચાસણી અંદર સુધી પહોંચી જશે અને ગુલાબ જાંબુ તૈયાર છે સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam Soni
Nilam Soni @Nilamsoni
પર

Similar Recipes