વ્હાઈટ ઢોકળા (White Dhokla Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
શેર કરો

ઘટકો

  1. ખીરુ બનાવવા માટે
  2. ૧ કપરવો
  3. ૧/૩ કપપૌવા
  4. ૧/૨ કપચણાનો લોટ
  5. ૧ કપદહીં
  6. ૨ ચમચીલીલા મરચાની પેસ્ટ
  7. ૧/૨ ચમચીહિંગ
  8. ૨ ચમચીસિંગતેલ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૧ પેકેટ બ્લુ ઈનો
  11. વઘાર કરવા માટે
  12. ૨ ચમચીશીંગતેલ
  13. ૧/૨ ચમચીરાઈ
  14. ૧/૪ ચમચીહિંગ
  15. ૧/૨ ચમચીતલ
  16. ૮-૧૦ મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જારમાં રવો, પૌવા અને ચણાનો લોટ લઈ તેને ક્રશ કરી લો.

  2. 2
  3. 3

    આ મિશ્રણમાં દહીં ઉમેરી, ૧/૨ કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપો

  4. 4

    દસ મિનિટ 15 મિનિટ પછી રવો ફૂલીને તૈયાર થઈ ગયો હશે. હવે તેમાં લીલા મરચા ની પેસ્ટ, મીઠું, હિંગ અને તેલ ઉમેરી જરૂર પડે તો પાણી ઉમેરી ઢોકળા નુ ખીરુ તૈયાર કરો.

  5. 5

    ઢોકળા બનાવવા માટે ઢોકળિયામાં પાણી ગરમ કરો. ઢોકળા ની થાળી ને તેલ થી ગ્રીસ કરી રાખો. હવે ઢોકળામાં ઈનો એક પાઉચ ઉમેરીને ઉપરથી લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી થાળી મા ખીરુ પાથરી દો.

  6. 6

    ઉપરથી લાલ મરચું અને મરી પાઉડર સ્પ્રીંકલ કરો. ઢોકળા ને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દો ત્યારબાદ તેને બહાર કાઢી તેના ઉપર તેલ લગાવી દો

  7. 7

    હવે વઘારીયામાં તેલ લઈ તેમાં રાઈ, હિંગ, તલ અને લીમડાના પાન ઉમેરી વઘાર તૈયાર કરી ઢોકળા ની થાળી ઉપર એક સરખો સ્પ્રેડ કરી લો.વ્હાઈટ ઢોકળા સર્વ કરવા માટે તૈયાર છે. તેને કટ કરીને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes