ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati)

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad

ઉતરાયણ માં પતંગ ચગાવાની અને સાથે સાથે ઊંધિયું ખાવાની મજા જ કંઈક અલગ હોય છે #US

ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati)

ઉતરાયણ માં પતંગ ચગાવાની અને સાથે સાથે ઊંધિયું ખાવાની મજા જ કંઈક અલગ હોય છે #US

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
પાંચ વ્યક્તિ
  1. મિક્સ શાકભાજી ઝીણા સમારેલા
  2. બધા જ મસાલા
  3. ઢોકળી માટે
  4. 1 વાટકીચણાનો લોટ
  5. 1 વાટકી ઘઉંનો કરકરો લોટ
  6. 1 વાટકીમેથીની ભાજી
  7. 1 ચમચી તલ
  8. 1 નાની વાટકી વટાણા
  9. 1 નાની વાટકી વાલ,
  10. 1 નાની વાટકી પાપડી અને વાલોર
  11. 1 નંગરીંગણ
  12. 1 નંગ બટાકુ ઝીણું સમારેલું,
  13. ઝીણું સમારેલું ફ્લાવર
  14. 1 નંગટામેટું ઝીણું સમારેલું,
  15. લીમડાના પાન
  16. તમાલ પત્ર
  17. લાલ સુકુ મરચું
  18. 1 મોટી વાટકી તેલ
  19. તેલ તળવા માટે
  20. ડેકોરેશન માટે ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા જ શાકભાજી ઝીણા સમારી લેવા હવે તેના વઘાર માટે મસાલો રેડી કરીએ જેમાં મેં લીધું છે ટમેટું ઝીણું સમારેલું એક દોઢ ચમચી મરચું પાઉડર 1 ચમચી ધાણાજીરું પાઉડર 1/2 ચમચી હળદર ચપટી હિંગ એક નાની ચમચી ગરમ મસાલો 1 ચમચીખાંડ અને બાકી રાઈ-જીરું તમાલપત્ર લાલ સૂકું મરચું

  2. 2

    હવે કુકરમાં તેલ મૂકી વગરનો બધો મસાલો ઉમેરી અને શાકભાજી વઘારી પાણી ઉમેરી બે સીટી વગાડવી.

  3. 3

    કુકરમાં શાક ચડે ત્યાં સુધીમાં આપણે ઢોકળી તૈયાર કરી લઈએ જેમાં મેં ઘઉંનો અને ચણાનો લોટ સરખે ભાગ લીધો છે અને 1 વાટકી ની ભાજી ઉમેરી છે અને બાકી બધા મસાલા જેમાં મરચું પાઉડર ધાણાજીરું હળદર હિંગ મીઠું ખાંડ ગરમ મસાલો અને ચપટી સાજીના ફૂલ અને લીંબુ અને તેલ ઉમેરી ઢોકળી નો લોટ મિક્સ કરી આ રીતે ગોળા બનાવી અને તેલમાં તળી લેવા

  4. 4

    હવે શાક તૈયાર થઈ ગયું છે અને ઢોકળી પણ તૈયાર થઈ ગઈ છે બંનેને મિક્સ કરી બે મિનિટ માટે ગેસ પર રહેવા દેવું જેથી કરીને ઢોકળી સરખી પલળી પણ જાય અને મસાલો પણ સરસ રીતે મિક્સ થઈ જાય તો તૈયાર છે આપણું ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું. જેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. ધાણાભાજી થી ડેકોરેશન કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad
પર

Similar Recipes