રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો ચાળી લો. હવે તેમાં મીઠું, અને મરી પાવડર નાખી મિક્સ કરી લો.હવે તેમાં મુઠી પડે એટલું મોંણ નાખો અને પાણી થી કણક બાંધી લો.
- 2
ત્યારબાદ કણક માંથી મોટા લુઆ વાળી લો અને મોટી રોટલી વણો. આવી રીતે બધી રોટલી વણી લો.હવે એક રોટલી લઇ તેના પર થોડું તેલ લગાવો અને કોરો મેંદો ભભરાવો અને ઉપર બીજી રોટલી મૂકો આવી રીતે સાત રોટલી નું લેયર બનાવો.હવે ટાઈટ રોલ વાળી લો અને છરી થી કટકા કરી લો.હવે બધા કટકા ને પ્રેસ કરી લો અને ગરમ તેલ મા ગોલ્ડન એવા તળી લો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8728051




ટિપ્પણીઓ