પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati)

#ટીકોફી
વીક એન્ડ ટી કોફી ચેલેન્જ ના ભાગરૂપે મેં બનાવી છે ફ્રૂટ ફ્લેવર ની મસાલા વાળી ચા. આ ચા માં મે ભારતીય મસાલા અને પાઈનેપલ જ્યુસ નો ઉપયોગ કર્યો છે. મે અહીંયા ચા ને ઠંડી કરીને સર્વ કરી છે તમે ચાહો તો તેને ગરમાગરમ પણ સર્વ કરી શકો છો. સરળ અને સ્વાદિષ્ટ ચા નો આનંદ લો આ લોક ડાઉન ના સમયમાં.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં પાણી ગરમ કરવા મૂકો.
- 2
તેમાં ટી બેગ અથવા ચા ની ભૂકી, લવિંગ, તજ અને આદુ નાખી ને ધીમા તાપે ઉકળવા દો.
- 3
પાણી અડધું બળી જાય ત્યાં સુધી તેને ઊકળવા દો.
- 4
છેલ્લે ખાંડ નાખી ને મિક્સ કરી દો.
- 5
ત્યાર બાદ ગેસ બંધ કરી દો.
- 6
હવે આ મિશ્રણ ને ગાળી લો અને ઠંડુ પડવા દો.
- 7
મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં પાઈનેપલ નું જ્યૂસ નાખી ને મિક્સ કરી દો અને તેને ફ્રીજ માં ઠંડુ કરવા મૂકો.
- 8
૧-૨ કલાક પછી તેને સર્વ કરો.
- 9
સર્વ કરવા માટે એક ચા નો કપ લો તેમાં તૈયાર કરેલી ટી ઉમેરો અને ઉપરથી લીંબુ ની સ્લાઈસ અને ફૂદિનાના પાન ઉમેરીને ઠંડું ઠંડું સર્વ કરો.
- 10
તો તૈયાર છે આપણી પાઈનેપલ સ્પાઇસ ટી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)