વોલનટસ ભુતાની મોમોસ સીઝલર(Walnuts Bhutani Momos Sizzler Recipe In Gujarati)

#walnuttwists
આજે મેં મોમોશ માં વોલન્ટ્સ નો ટ્વિસ્ટ આપી ને એક હેલ્થી વાનગી બનાવી છે જેમાં ઓટ્સ નો પણ ઉપયોગ કર્યો છે મેં.. આ વાનગી ખુબ જ ટેસ્ટી લાગે છે. અને આવા લોકડાઉન ના સમય માં બધું ઘર માંથી મળી રહે અને બહાર લેવા ના જઉં પડે તેવી જ વાનગી મેં પંસદ કરીને આજે બનાવી છે.
વોલનટસ ભુતાની મોમોસ સીઝલર(Walnuts Bhutani Momos Sizzler Recipe In Gujarati)
#walnuttwists
આજે મેં મોમોશ માં વોલન્ટ્સ નો ટ્વિસ્ટ આપી ને એક હેલ્થી વાનગી બનાવી છે જેમાં ઓટ્સ નો પણ ઉપયોગ કર્યો છે મેં.. આ વાનગી ખુબ જ ટેસ્ટી લાગે છે. અને આવા લોકડાઉન ના સમય માં બધું ઘર માંથી મળી રહે અને બહાર લેવા ના જઉં પડે તેવી જ વાનગી મેં પંસદ કરીને આજે બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ અને મેંદો લઇ ને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠુ ઉમેરો અને પાણી થી તેનો લોટ બાંધો
- 2
લોટ ને ઢીલો પણ નઈ અને કડક પણ નઈ એવો મીડીયમ બાંધો. અને તેલ લઈને તેને મશળી દો અને ઢાંકી ને 20-25 મિનિટ રેસ્ટ આપો.
- 3
ત્યાર બાદ સ્ટફિંગ માટે એક વાટકા માં ઘી લો ટે ગરમ થાય એટલે તેમાં અખરોટ ઉમેરી ને તેને 3-4 મિનિટ મિક્સ કરો. ત્યાર બાદ તેમાં લાલ મરચું, આમચુર પાઉડર, મીઠુ, ચાટ મસાલો સંચર પાઉડર અને જીરા પાઉડર ઉમેરી ને તેને 2-3 મિનિટ માટે મિક્સ કરો જેથી મસાલા પણ શેકાઈ જાય.
- 4
ત્યાર બાદ અખરોટ ને ઠંડા પાડી ને મિક્સ માં પીસી દો
- 5
ત્યાર બાદ તેજ વાટકા માં ઓટ્સ ને પણ 1 મિનિટ માટે સેકી દો. (જેથી તે મસાલા ની એક ફ્લેવર તેમાં આવી જશે)અને તે ઠન્ડુ પડે એટલે તેને મિક્સર માં પીસી દો.
- 6
ત્યાર બાદ એક બાઉલ માં કોબીજ, ગાજર અને ડુંગળી ને મિક્સ કરો અને તેમાં મરી પાઉડર અને મીઠુ ઉમેરો. ત્યાર બાદ તેમાં અખરોટ અને ઓટ્સ નો બનાવેલો પાઉડર ઉમેરો અને મિક્સ કરો (જરૂર લાગે તો કોબીજ, ગાજર અને ડુંગળી નુ પાણી કાઢી લેવું)
- 7
ત્યાર બાદ લોટ ના નાના ગુલ્લાં કરીને ને તેના પટલુ વાણી લેવનું અને તેમાં સ્ટફિંગ ભરી ને તેને મોમોશ નો આકર આપી દેવા નો. અને ત્યાર બાદ તેને ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લેવાના.
- 8
ત્યાર બાદ ગ્રેવી બનાવા માટે એક બાઉલ માં તેલ લો. તે ગરમ થાય એટલે તેમાં લસણ ઉમેરી ને 10 સેકન્ડ સાંતળો. ત્યાર બાદ તેમાં મોમોશ નુ સ્ટફિંગ ઉમેરો (કોબીજ, ગાજર અને ડુંગળી)ત્યાર બાદ તેને 1 મિનિટ સુધી સાંતળો અને તેમાં લીલા મરચા અને કેપ્સિકમ નાખી ને મિક્સ કરો ત્યાર બાદ તેમાં સોયા સોસ અને સેઝવાન ચટણી ઉમેરી ને મિક્સ કરો અને 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરો. અને તેમાં સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી ને 1 મિનિટ થવા દો.
- 9
ત્યાર બાદ તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરી ને મિક્સ કરો અને તેમાં તળેલા મોમોશ ઉમેરો અને તેને બરાબર મિક્સ કરીને 1 મિનિટ માટે થવા દો (જેથી બધી ફ્લેવર એક બીજા માં મિક્સ થઇ જાય)ત્યાર બાદ સીઝલર ની પ્લેટ ને એક દમ ગરમ કરો અને તેના પર કોબીજ ના પતા ઉમેરો. અને ત્યાર બાદ તેમાં પર બનાવેલા મોમોશ ઉમેરો. ત્યાર બાદ તે પ્લેટ પર બટર ઉમેરો જેથી સ્મોકિં ફ્લેવર આવી જાય.
- 10
Keywords
Similar Recipes
More Recipes
- વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
- બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
- વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
- વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
- એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)



























ટિપ્પણીઓ