પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)

illaben makwana
illaben makwana @ilamakwanacookpad
Botad

આ પાવ ભાજી સ્વાદિષ્ટ છે. તે મુંબઇના સ્ટ્રીટ ફૂડ બેઝ જેવા સ્વાદ.

પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ પાવ ભાજી સ્વાદિષ્ટ છે. તે મુંબઇના સ્ટ્રીટ ફૂડ બેઝ જેવા સ્વાદ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 minutes
3 વ્યક્તિ
  1. 1પાવ પેકેટ
  2. 2બટાકા
  3. 100 ગ્રામકોબી
  4. 100 ગ્રામદુધિ
  5. 100 ગ્રામરીંગણ
  6. 50 ગ્રામવટાણા
  7. 3ટામેટા
  8. 2ડુંગળી
  9. 1બાઉલ કોથમીર
  10. 7-8લસણની કળી પેસ્ટ
  11. 3લીલા મરચા ની પેસ્ટ
  12. નાના ટુકડા આદુની પેસ્ટ
  13. સ્વાદ મુજબ લાલ મરચું પાઉડર
  14. સ્વાદ મુજબ ધાણા જીરા પાઉડર
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. સ્વાદ મુજબ પાવ ભાજી મસાલા
  17. થોડી રાઈ, જીરું
  18. હિંગ, હલ્દી
  19. 1લીંબુનો રસ
  20. બટર (ગ્રામ)
  21. જરૂરિયાત મુજબ તેલ
  22. પાપડ
  23. પીરસવા માટે ડુંગળી અને લીંબુ, છાસ

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    સૌ પ્રથમ બધી શાકભાજી ધોઈ લો અને પછી તેને નાના ટુકડા કરી લો.(રીંગણ, દુધી, ટામેટા, બટાકા, કોબી)

  2. 2

    હવે એક કૂકર લો. 2 ચમચી તેલ ઉમેરો. અને તેને ગરમ કરો. ત્યારબાદ તેમાં રાઈ અને જીરું નાખો.હવે તેમાં કાપેલા ટામેટાં, વટાણા નાંખો. ત્યારબાદ બધી કટ શાકભાજી ઉમેરો..

  3. 3

    હવે તેમાં લાલ મરચું પાઉડર 1/2 ચમચી, જીરા પાઉડર, મીઠું, 1/2ટીસ્પૂન પાવ ભાજી મસાલા નાખો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરો.હવે તેને 4-5 કૂકર સિટી થવા દ્યો.

  4. 4

    હવે તમારી બાફેલી શાકભાજી તૈયાર છે

  5. 5

    હવે એક તવો લો.. તેમાં બટર નાખો. તેને ગરમ કરો. ત્યારબાદ તેમાં હિંગ અને હળદરનાખો... ત્યારબાદ તેમાં ડુંગળી નાખો.. અને તેને લગભગ 2 મિનિટ રાખો. ત્યારબાદ તેમાં આદુ લસણની મરચાની પેસ્ટ નાખો.

  6. 6

    હવે જરૂર મુજબ લાલ મરચું પાઉડર, ધાણા જીરા પાઉડર, મીઠું, પાવ ભાજી મસાલા નાખો.કોથમીરનો બાઉલ ઉમેરો. અને તેને 2-3 મિનિટ રાખો.

  7. 7

    હવે બધી શાકભાજીને કૂકરમાં ક્રશ કરી લો. પછી તેને તવામાં ઉમેરી દો.. એક લીંબુ નો રસ નાખો.
    તેને 4-5 મિનિટ મધ્યમ ગેસમાં રાખો. અને ભાજી તૈયાર છે..

  8. 8

    હવે તેને કોથમીરથી ગાર્નિશ કરો.. અને તેને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
illaben makwana
illaben makwana @ilamakwanacookpad
પર
Botad
i like to make new recipes.
વધુ વાંચો

Similar Recipes