મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મેથી ની ભાજી અને ધાણા ભાજી ને જીણી સમારી ધોઈ લો હવે તેમાં ખાંડેલું લસણ, ભાત અને દૂધી નાખો. પછી તેમાં તેલ, હળદર, મીઠું, ખાંડ, ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો નાખો.
- 2
પછી ચણા નો અને ઘઉં નો લોટ એક સરખો નાખો. પછી સોડા નાખી ઉપર લીંબુ નો રસ નાખો પછી બધું બરોબર મિક્સ કરી
- 3
જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો. પછી ઢોકળીયા માં લુવા કરી ને મુકો પછી 20 મિનિટ બાફી લો
- 4
મુઠીયા બફાઈ જાય એટલે કાઢી લો પછી એક લોયા માં તેલ ગરમ કરી રાઈ, હિંગ, તલ, લીમડો મૂકી વધાર કરો.
- 5
પછી તેમાં સમારેલા મુઠીયા નાખો બરોબર હલાવી ગેસ બંધ કરો તો ફ્રેન્ડ્સ તૈયાર છે ગરમા ગરમ મુઠીયા તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14463131


















ટિપ્પણીઓ