મોદક (modak recipe in Gujarati)

#GCR
#foodfirlife1527
#cookpad
મોદક (ઉકાડીચે મોદક) ઓથેન્ટીક ક્લાસિક મહારાષ્ટ્રીયન મીઠાઈ જે ભગવાન ગણપતિને ઉત્સવના પ્રથમ દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે પ્રસાદના રુપે ધરવામાં આવે છે. ઓથેન્ટીક મોદક ગોળ, કોકોનટ અને ચોખાના લોટમાંથી બને છે. આજે મે કોઇપણ જાતના ઇનોવેશન વગર પ્યોર રેસીપી ટ્રાય કરી. પ્રસાદ હોય એટલે સરસ જ બને.

રાંધવાની સૂચનાઓ
- 1
લચોખાની કણક રેડી કરવા માટે:- એક તપેલીમાં ૨૦૦ મિલી પાણીમાં ઘી અને ખાંડ નાંખી ઉકાળવું. એક ઉફાણ આવી જાય પછી સ્ટવ ઓફ કરી ચોખાનો લોટ નાંખી હલાવી ઢાંકણ ઢાંકી દેવું.
- 2
થોડું ગરમ જ હોય ત્યારે પાણીવાળા હાથ કરી ૧૦ મિનિટ સુધી મસળવાથી સોફ્ટ કણક તૈયાર કરવી. તેલવાળા હાથ કરી ૧ મિનિટ મસળવું.
- 3
એક પેનમાં ૨ ચમચી ઘી અને કોકોનટનુ છીણ ઉમેરી ધીમા તાપે શેકવું. ગોલ્ડન બ્રાઉન કલર થાય પછી ગોળ નાંખી ૫ મિનિટ સુધી હલાવીને શેકવું. એલચીનો પાઉડર ઉમેરી હલાવીને મિશ્રણને ઠંડું થવા રાખવું.
- 4
હવે કણકમાંથી એક લુવો લઇ ગોળાકાર બનાવી હાથથી પ્લીટ્સ કરી તૈયાર સ્ટફીંગ ભરવું. બધા મોદક આ રીતે તૈયાર કરવા. મોદકના મોલ્ડ પણ બજારમાં મળે છે.
- 5
તૈયાર કરેલા મોદકને સ્ટીમરમાં કેળાંના પાન પર રાખીને ૧૦ મિનિટ માટે બાફી લેવા. ઠંડા થાય પછી ભગવાનને પ્રસાદમાં ધરાવવા.
- 6
- 7
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)