ગોળ નાં લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608

#GCR માં ગોળ ના લાડુ લઇ ને આવી છું...ગણેશ ચતુર્થી નિમિત્તે અમારા ઘર માં વર્ષો થી ગોળ ના લાડુ બને..ગોળ ખૂબ જ ગુણકારી કહેવાય છે. .શરીર માં જ્યારે લોહતત્વ ની ઉણપ સર્જાય ત્યારે ગોળ નું સેવન કરવાથી તે ઉણપ ને દુર કરી શકાય છે ..

ગોળ નાં લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GCR માં ગોળ ના લાડુ લઇ ને આવી છું...ગણેશ ચતુર્થી નિમિત્તે અમારા ઘર માં વર્ષો થી ગોળ ના લાડુ બને..ગોળ ખૂબ જ ગુણકારી કહેવાય છે. .શરીર માં જ્યારે લોહતત્વ ની ઉણપ સર્જાય ત્યારે ગોળ નું સેવન કરવાથી તે ઉણપ ને દુર કરી શકાય છે ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 લોકો
  1. 500 ગ્રામલાડવાનો લોટ
  2. 1 વાટકીસોજી
  3. 1 વાટકીચણા નો લોટ
  4. 150-200 ગ્રામઘી
  5. 1 વાટકીતેલ મુઠીયા તળવા માટે
  6. 1 ચમચીઇલાયચી પાઉડર
  7. 1 ચમચીકોપરાનું છીણ
  8. 1 વાટકીસમારેલી બદામ,કાજુ,પિસ્તા,શેકેલી શીંગદાણા
  9. 1 ચમચીખસખસ
  10. 250 ગ્રામભાંગેલો ગોળ
  11. 2 કપહુંફાળું પાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક કથરોટ માં આપેલા પ્રમાણ મુજબ લાડવાનો કકરો લોટ લો...આપેલા પ્રમાણ મુજબ સોજી અને ચણાનો લોટ લઈ તેમાં 2 થી ત્રણ ચમચી તેલ લો..

  2. 2

    તેલ નું મોણ બધા માં મુઠી ભરાય એ રીતે આપો.હવે હુંફાળું પાણી લઈ ને લોટ બાંધતા હોઇ એ તે રીતે લોટ ના મુઠીયા વડી લો..

  3. 3

    હવે એક કડાઈમાં 150 ગ્રામ જેટલું તેલ મૂકી તેમાં મુઠીયા આછા બદામી કલર ના થાય ત્યાં સુધી તળી લો...

  4. 4

    મુઠીયા ધીમી આંચ પર તળવા... ફાસ્ટ ગેસ પર તળવાથી મુઠીયા અંદર થી કાચા રહેશે...

  5. 5

    હવે તળાઈ ગયેલા મુઠીયા ને કટકા કરી મીક્ષર માં દળી લો...

  6. 6

    મિક્સર માં પીસેલા ચૂરમાં ને એક ચારણી ની મદદ થી ચાળી લો અને વધેલા ગાંગડા ને ફરી થી મિક્સર માં ફેરવી પીસી લો

  7. 7

    હવે એક કડાઈમાં ઘી ગરમ કરી ને તેમાં આપેલી માત્રામાં ગોળ ઉમેરો અને ગોળ નો પાયો તૈયાર કરો..

  8. 8

    હવે એક કથરોટ માં પીસેલું ચુરમુ,બદામ,પિસ્તા,ઇલાયચી ભૂકો,કોપરાનું છીણ,શેકેલા શીંગદાણા બધું લઇ લો

  9. 9

    ગોળ નો પાયો બને એટલે તેને ચૂરમા માં ભેળવી ને બરોબર હલાવી લો ને તેના લાડુ વાળી લો...ત્યારબાદ તેની ઉપર ખસખસ ભભરાવી દો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608
પર
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes