કેસેડિયા

કેસેડિયા આમ તો મેક્સિકન ડીશ છે પણ થોડા ઇન્ડિયન ટચ સાથે ફ્યુઝન રેસિપી છે.. ફટાફટ બની જતી રેસિપી મા વેજિટેબલ અને ચીઝ નું સરસ કોમ્બિનેશન છે. ચોક્કસ ટ્રાય કરવા જેવી રેસીપી છે
#RB20
કેસેડિયા
કેસેડિયા આમ તો મેક્સિકન ડીશ છે પણ થોડા ઇન્ડિયન ટચ સાથે ફ્યુઝન રેસિપી છે.. ફટાફટ બની જતી રેસિપી મા વેજિટેબલ અને ચીઝ નું સરસ કોમ્બિનેશન છે. ચોક્કસ ટ્રાય કરવા જેવી રેસીપી છે
#RB20
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટોર્ટીયા ની કણક તૈયાર કરવા માટે મેંદામાં હૂંફાળું પાણી બેકિંગ પાઉડર તેલ તેમજ મીઠું નાખી સોફ્ટ કણક તૈયાર કરવી અને બે કલાક રેસ્ટ આપવો
- 2
ત્યારબાદ વેજ ફીલિંગ માટે ત્રણ કલરના બેલ પેપર, ઝીણી સમારેલી ડુંગળી બાફેલી સ્વીટકોર્ન લેવા તેમાં સ્વાદ અનુસાર મીઠું તેમજ મિક્સ હર્બઝ ઉમેરી સ્ટફિંગ તૈયાર કરવું. સાલસા સોસ માટે ડુંગળી,ટામેટા, કોથમીર અને લસણ જીણા સમારી તેમાં મીઠું અને 1 ટેબલસ્પૂન લીંબુ નો રસ નાખી તૈયાર કરવું
- 3
તૈયાર તૈયાર કણક માટે પરોઠા જેવા ટોર્ટિલા વણી લેવા અને કાચા પાકા શેકી લેવા ટોરટિયા રૂમ ટેમ્પરેચર પર આવે એટલે નોનસ્ટિક લોઢી પર બટર મૂકી ટોરટિયા મુકવો અને તેના અડધા ભાગ મા સૌ પ્રથમ ચીઝ પાથરવું ત્યારબાદ તૈયાર કરેલું વેજ ફીલિંગ મૂકવું અને તેના પર સાલસા પાથરી અંત મા ચીઝ પાથરી બીજો 1/2 ભાગ સ્ટફિન્ગ વાલા ભાગ સાથે જોડી દેવો એટલે અર્ધગોલ આકાર થશે
- 4
બંને બાજુ બટર મૂકી ચીઝ મેલ્ટ થઇ ત્યાં સુધી થવા દેવું અને ત્રિકોણ આકાર મા કાપી ગરમા ગરમ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ