અવધિ પનીર બિરયાની (Awadhi Paneer Biryani Recipe In Gujarati)

અવધિ પનીર બિરયાની (Awadhi Paneer Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં પાણી ગરમ કરવા મૂકો તેમાં ઘી તમાલપત્ર તજ લવિંગ મરી નાંખી ઉકાળો. ત્યાર બાદ તેમાં મીઠું, લીલાં વટાણા અને બાસમતી ચોખા નાંખી ઉકાળો. ભાત થોડા કડક રહે તેવા બનાવો. તેને ચારણી માં કાઢી ને બધું પાણી નીતારી લો.
- 2
હવે બધા શાક ને તળી લો. પનીર ને પણ તળી લો.
- 3
હવે એક પેન માં ઘી ગરમ કરી તેમાં ડુંગળી લસણ, ટામેટા ની પ્યૂરી ને સાંતળો ત્યાર બાદ બધા મસાલા એડ કરી થોડું સાંતળો.
- 4
હવે તેમા દહીં નાંખી બધા તળેલા શાક, પનીર એડ કરી સહેજ પાણી નાંખી ઉકાળો અને ગ્રેવી તૈયાર કરી લો.
- 5
હવે એક પેન માં ઘી ગરમ કરી તેમાં જીરું, હળદર નાખી બનાવેલા ભાત નાંખી મિક્સ કરી લો. થોડો ભાત સાદો અલગ થી રાખો.
- 6
હવે એક બાઉલ લઈ તેમાં પહેલા ગ્રેવી નું લેયર કરો. તેની ઉપર યલો રાઈસ તેની ઉપર તળેલી ડુંગળી નાખો.
- 7
ત્યાર બાદ તેના ઉપર સાદો રાઈસ નું લેયર કરો. આ રીતે ફરી એવા લેયર કરો. ત્યાર બાદ તેની ઉપર ઘી, લીલાં ધાણા ચીઝ ભભરાવો.
- 8
ત્યાર બાદ 2 મિનિટ માઈક્રોવેવ કરી લો. તો તૈયાર છે એકદમ નવાબી અવધિ પનીર બિરયાની.
Keywords
Similar Recipes
More Recipes
- વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
- રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
- ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
- બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટસ શાહી ટુકડા (Dryfruits Shahi Tukda Recipe In Gujarati)
























ટિપ્પણીઓ