લસુની મેથીની ભાજી નું શાક (Lasuni Methi Bhaji Shak Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

મેથીની ભાજીનું આ શાક બનાવવામાં બહુ સરળ છે અને ટેસ્ટમાં એટલું જ સરસ બને છે
#BW
#cookpadindia
#cookpadgujrati

લસુની મેથીની ભાજી નું શાક (Lasuni Methi Bhaji Shak Recipe In Gujarati)

મેથીની ભાજીનું આ શાક બનાવવામાં બહુ સરળ છે અને ટેસ્ટમાં એટલું જ સરસ બને છે
#BW
#cookpadindia
#cookpadgujrati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ સર્વિંગ
  1. ૨૫૦ ગ્રામ સમારેલી મેથીની ભાજી
  2. ૧ નંગડુંગળી
  3. ૧ નંગમીડિયમ સાઇઝ ટામેટુ
  4. ૫-૬ લસણની કળી
  5. નાનો ટુકડો આદુ
  6. ૧ નંગલીલું મરચું
  7. ૨+૧ ચમચી તેલ
  8. ૧ ચમચીજીરૂ
  9. ૧/૪ ચમચીહિંગ
  10. ૧ ચમચીલાલ મરચું
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  13. ૧/૨ ચમચીગરમ મસાલો (ઓપ્શનલ)
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ૨ ચમચીશેકેલા શીંગદાણા
  16. ૧ ચમચીસફેદ તલ
  17. ૧ ચમચીચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજી ને ધોઈને નિતારી લો. ડુંગળી અને ટામેટા ને ઝીણા સમારી લો લસણ આદુ અને મરચા ને ક્રશ કરી લો (ઝીણા સમારી શકાય)

  2. 2

    શેકેલા શીંગદાણા અને તલને મિક્સર જારમાં પીસી લો પછી તેમાં ચણાનો લોટ અને થોડું પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો

  3. 3

    હવે કડાઈમાં 1 ચમચીતેલ લઈને મેથીની ભાજી ને મીઠું નાખીને બે થી ત્રણ મિનિટ માટે સાંતળી લો પછી તેને એક પ્લેટમાં લઈ લો

  4. 4

    હવે એ જ કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરીને જીરું અને હિંગ ઉમેરો પછી તેમાં ડુંગળી અને આદુ લસણ અને મરચાં એડ કરી સાંતળો પછી તેમાં સમારેલા ટામેટા નાખીને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો (જરૂર લાગે તો જ મીઠું એડ કરવું)

  5. 5

    પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને બધા મસાલા એડ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરો પછી તેમાં મેથીની ભાજી નાખીને મિક્સ કરીને ગેસ બંધ કરી લો

  6. 6

    સર્વ કરવા માટેતૈયાર છે લસુની મેથી ની ભાજી નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes