રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)

#CJM
#cookpadindia
#cookpadgujarati
રસમ વડા એ એક લોકપ્રિય સાઉથ ઈન્ડીયન નાસ્તો અથવા સ્ટાર્ટર છે જે પેટ ભરે છે અને હલકો છે. વડાને ચટપટા અને મસાલેદાર ગરમ રસમમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. આ બનાવવા માટે સામાન્ય રીતે અડદની દાળના વડા બનાવવામાં આવે છે, પરંતુ તમે મગનીદાળના વડા પણ બનાવી શકો છો અને તેને રસમમાં પણ પલાળી શકો છો. હું ટૂંક સમયમાં દાળ વડા સાથે રસમ બનાવવાની અને નજીકના ભવિષ્યમાં તેને પોસ્ટ કરવાનું વિચારી રહી છું. જોઈએ 🙋🏻♀️😊દાળવડા સાથે રસમનો સ્વાદ કેવો લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદની દાળ અને ચોખાને પાણીથી બરાબર ધોઈ સાતથી આઠ કલાક પલાળી રાખો ત્યારબાદ પાણી નિતારી મિક્સર જારમાં ફાઇન પેસ્ટ તૈયાર કરી લો હવે એક વાસણમાં તૈયાર કરેલી પેસ્ટ લઈ તેમાં આદુ મરચાં હિંગ મીઠું ઉમેરી પાંચ થી દસ મિનિટ એક જ દિશામાં હાથેથી હલાવી લો.
- 2
રસમ બનાવવા માટે એક તપેલીમાં તુવેરની દાળ આમલીનો રસ ટોમેટો પ્યુરી રસમ મસાલો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બ્લેન્ડર ફેરવી લો.પછી તેને ગેસ પર ઉકાળવા મુકો અને ગળાશ પસંદ હોય તો ગોળ ઉમેરી દો.એક વઘારીયામાં બે ચમચી ઘી લઈ તેમાં રાઈ લીમડો હિંગ અને લાલ મરચા નો વઘાર કરી રસમમાં ઉપરથી રેડી દેવું.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી મધ્યમ તાપે વડા ઉતારી ગોલ્ડન કલરના તળી લેવા.
- 4
તો તૈયાર છે સવારના સ્વાદિષ્ટ નાસ્તા માટે કે રાતના ભોજન માટે ગરમા ગરમ રસમ વડા જેને આપ લીલી ચટણી અને ટોપરાની ચટણી સાથે સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (16)